________________
એલ ચાદમા
ખેલ ચાદમા
બુધ્ધિના આઠ ગુણા મેળવવા
· આઠ ગુણે બુધ્ધિના ઉરમાં ધારવા
§'
૧ શુશ્રૂષા, ૨ શ્રવણ, ૩ પ્રશ્ન, ૪ ગ્રહણ, ૫ ઈહા, ૬ અપાહા, ૭ ધારણા અને અનુષ્ઠાન એ બુદ્ધિના આઠ ગુણ્ણા નદી સૂત્રમાં બતાવ્યા છે. એ ગુણા હ્રદયમાં ધારવા જોઈએ.
૧ શુશ્રુષા—[સાંભળવાની ઈચ્છા.] પાંચ ઈન્દ્રિયવાળા પ્રાણી માત્રને સાંભળવાને કાન મળેલ છે, એથી પશુ, પક્ષી, દેવ અને મનુષ્યો વિગેરે સાંભળી શકે છે; અને સાંભળવાની ઈચ્છા પણ બધાને થાય છે; પરંતુ શું સાંભળવું? શા માટે સાંભળવું? અને સાંભળવાનું પરિણામ શું? એ બાબતનો વિવેક તો વિરલાઓનેજ હોય છે.
શુભ્રૂપ એટલે સાંભળવાની ઈચ્છા. ગાળા—અપશબ્દો, કજીયાકલેશના શબ્દો, કુતૂહળ-હાંસી-મશ્કરીના શબ્દો, રૂદનના શબ્દો, ગાનતાન વિગેરે સંગીતના શબ્દો અને વિવાહ પ્રમુખ મંગળિક ગણાતા પ્રસંગોમાં ગવાતાં ગીતના શબ્દો સાંભળવાની ઈચ્છા કે સાંભળવામાં રતિ-આસકિત હોવી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com