________________
બાલ અગીઆરમે
૫૩
* * *
* *
*
દારૂ મદિરા કે તાડી વિગેરે માદક પીણાં નિરંતર પીવાથી બુધ્ધિ મંદ-ભ્રષ્ટ થાય છે. માદક પદાર્થના કેફ્ટી માણસ બેભાન બની જાય છે. કપડાં પહેરવાની શુદ્ધિ રહેતી નથી. બોલવાનું ભાન રહેતું નથી. એલફેલ જેમ આવે તેમ બક્યા કરે છે. લડવડીયાં ખાઈ જયાં ત્યાં પડી જાય છે. ખીસામાં રહેવું પૈસા બદમાસ માણસ લઈ લે છે. આમ પૈસાની નુકશાની થાય છે. શરીરના બેહાલ થાય છે. દારૂડીયા તરીકેની ખરાબ છાપ પડે છે. આ ભવમાં અપકીતિ અને દુઃખ થાય તથા પરભવમાં દુર્ગતિનાં દુઃખ ભોગવવાં પડે.
*
માંસ ભક્ષણ કરવાથી વૃત્તિઓ તામસી બને છે. કુરતા-નિર્દયતા વધે છે. ક્રોધ વધે છે. કજીયાકલેશ વધે છે. જે જીવનું માણસ માંસ ખાય તે જી સાથે વૈર બંધન થાય છે. વિષયવાસના વધે છે. આમ અનીતિ-અનાચાર વધતાં બને ભવ બગડે છે.
નિર્દોષ જીવોનો શિકાર-વધ કરવાથી વૈરની પરંપરા વધે છે. નારકી તિર્યંચ-પશુ પક્ષી વિગેરે દુર્ગતિમાં ઘણા કાળ સુધી રહીને વિવિધ દુ:ખ સહન | કરવાં પડે છે.
ચોરી, દારી અને જુગારકર્મ કરવાથી ચોર, લંપટ અને જુગારી તરીકે લોકો ઓળખે છે. રાજ દડે છે. સખત મજૂરી સાથે જેલ વિગેરેની શિક્ષા ભોગવવી પડે છે. ધન અને તનની હાનિ થાય છે. દુનિયામાં અપકીતિ થાય, આ રૌદ્રધ્યાન થાય-મરવાનો પ્રસંગ આવે, કર્મ બંધાય અને દુર્ગતિમાં જવું પડે. ઈત્યાદિક માઠાં કામોનાં માઠાં પરિણામ-ફળ જાણી તેવાં નિદિત કાર્યોની માઠી ટેવ તજવી. એ માણસાઈને ૧૧ મે ગુણ પણ.
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com