________________
૪૮
બેલ નવમો
આત્માને ઉન્નત બનાવનાર વિનય નામનો ઉત્તમ ગુણ છે. એવો વિનય ત્યાગી કે ગૃહસ્થ દરેકમાં એકસરખો હોવો જોઈએ. વિનય એ ધર્મનું મૂળ છે, તેમજ પુદગળ સંબંધી આત્મા સંબંધી સુખને ઉત્પન કરનાર છે.
સુદેવ અને સદગુરૂને નમવું તે ધાર્મિક વિનય અને માતા પિતા વિગેરે વડિલોને નમવું તેમની સેવા-ભકિત કરવી એ વ્યવહારિક વિનય છે. જ્ઞાન અને કિયા એ જેમ મોક્ષને માર્ગ છે તેમ વ્યવહાર-નીતિ અને ધર્મ એ પણ મોક્ષને માર્ગ છે. ધર્મ હોય ત્યાં નીતિ તો હોયજ, પરંતુ નીતિ હોય ત્યાં ધર્મ હોય યા ન પણ હોય. ધર્મને ઉત્પન્ન કરનાર નીતિ છે એટલે વ્યવહારિક વિનય માતા-પિતા વિગેરેને તો પ્રથમ હોવો જ જોઈએ. માતા પિતા વિગેરે વડિલોનાં સેવા-ભકિત વિનય કરનાર દેવ-ગુરૂની પણ સેવા-ભકિત કરી શકે છે. પ્રથમ ઉપકારી એવાં માતા-પિતાના જેણે સેવા-ભકિત વિનય ન ર્યા હોય તે દેવગુરૂની પણ સેવા-ભકિતનો લાભ લઈ શકતા નથી.
માતાપિતાની સેવા કરવાની મનુષ્ય માત્રની ફરજ છે. કારણ કે તેઓ તીર્થસ્વરૂપ અને ઉપકારી છે. તેઓ પોતાનાં બાળકો માટે ગર્ભમાં હોય ત્યારથી માંડીને અનેક સંકટો સહન કરી છેવટ સુધી તેમનું રક્ષણ કરવાની પૂરતી કાળજી રાખે છે. બાળકોનાં શરીર, મન અને હૃદય કેળવવા માટે તન, મન અને ધનને પણ ભોગ આપે છે. તેમજ ઉંચ્ચ સંસ્કાર રેડી ઉંચ્ચ જીવન બનાવવામાં માવિત્રનો પૂરતો ફાળો છે.
માતા વાત્સલ્યભાવે બાળકના હૃદયમાં જે ઉચ્ચ જીવનરસાયણ-શિક્ષણ રેડી શકે છે, તે હજાર શિક્ષકો પણ નથી રેડી શકતા જેટલી કેળવણી માતાની ગોદમાં બે વર્ષમાં મળે છે તેટલી કેળવણી આખી જીંદગીમાં કોઈ પણ પ્રકારે મળવી મુશ્કેલ છે. એક ઉત્તમ માતા સે શિક્ષકોની બરાબર છે. મદાલસામાતાએ પપ્રતાના પૂત્રને પાલણામાં ઝુલાવતાં તત્ત્વજ્ઞાની બનાવેલ. સતી સીતાએ લવ-કુશને કેળવ્યા નેપોલીયન જેવે વીર પણ માતાની ઉત્તમ શિક્ષા પ્રસાદીથીજ ઉચ્ચ શકિત મેળવી શકો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com