________________
બેલ બીજો
અથવા પોતાથી અધિક ગુણવાન પુરુષને ઉત્તમ ગણી તેના ગુણ પિતામાં પ્રગટ કરવા જેમ જેમ ગુણવાન થતા જવાશે તેમ તેમ અધિક અધિક ગુણવાન ઓળખાતા જશે અને છેવટ સર્વ ગુણસંપન્ન મહાપુરુષના આશયથી સર્વ ગુણે પોતામાં પ્રગટશે. આ પ્રમાણે ક્રમે ક્રમે અધિક અધિક ગુણી પુરુષના સમાગમથી સર્વગુણસંપન્ન થઈ શકાય છે.
શિષ્ટ પુરુષોની પ્રશંસા કરવાથી તેમને સારાં કાર્યો કરવાનો બમણો ઉત્સાહ વધે છે. અથવા શિષ્ટ પુરુષની પ્રશંસા સાંભળી બીજા સામાન્ય મનુષ્યોને પણ તેવા થવાની [પરોપકારનાં કાર્યો કરવાની] ભાવના થાય છે. આપણે તેવા શિષ્ટ પરોપકારી પુરુષોના ઉપકારનો બદલો ન વાળી શકીએ તો પણ તેમની પ્રશંસા કરવાથી કૃતજ્ઞતા દાખવી ગણાય. તથા તેથી આપણું મન ઉલ્લસિત થવાની સાથે તેવા પુરુષોનો ઉત્સાહ વધે.
તેમજ ગુણવાન ઉપર પ્રીતિ રાખનાર, ગુણેનું અનુદન કરનાર અને સર્વ સ્થળે ગુણ જેનાર મનુષ્ય અવશ્ય ગુણવાન બને છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. વ્યાપારની દ્રષ્ટિવાળે વ્યાપારી, કવિત્વની દ્રષ્ટિવાળ કવિ, ભાગની દ્રષ્ટિવાળો ભેગી અને યોગની દ્રષ્ટિવાળ યોગી બને છે. તેમજ સર્વ સ્થળે ગુણની દ્રષ્ટિ રાખનાર માણસ ગુણી બને છે. પોતે જેની પ્રશંસા કરતો હોય તેના જેવી શકિત પોતે પણ ધરાવી શકે છે. આજ સદગુણ પ્રગટ થકે વીતરાગ માર્ગમાં પ્રવેશ કરાવી વીતરાગ પણ બનાવે છે. માટે ઉત્તમ પુરુષોની અને તેમના આચાર વિચારની પ્રશંસા કરવાની ટેવ રાખવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com