SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ એલ ચેાત્રીશમેશ ૧૧૩ આ ભવના બૈરી ખાન-પાન, ઠામ-વાસણ, કપડાંલત્તાં, કામકાજ, ક્ષેત્ર-વાડી, ધન-ધાન્ય, સ્ત્રી-પુત્રાદિ કુટુંબ તથા હા-ના વિગેરે કારણે પાતાને અણગમતું થયું કે ગુસ્સા ચડી જાય, અભિમાનના ચક્ર ચડે અને ગાળા વરસાવે કે મારફાડ કરે; એટલે દુશ્મનાવટ ઉભી થાય. ધીરે ધીરે મન ફાટયાં કે વૈર વધતું જાય. એકબીજાના પડછાયા કાપે. દુનિયાદારીના વિવિધ પ્રસંગામાં વિઘ્ન ઉભાં કરે. કજીયા-કલેશ-કુસંપ જગાડે. પૈસા અને શરીરને હાની પહોંચાડે. ઈજજત ઘટાડવાના ઉપાય શેાધે અને ખૂના-મરકી જેવી લડાઈયો લગે. આ બધો પ્રભાવ આ ભવમાં ઉત્પન્ન કરેલા બાહ્ય શત્રુઓના છે. કોઈ સાથે બાહ્ય શત્રુતા કરવી એ સજજનતા નથી. જેમ બને તેમ સર્વ પ્રાણિયો સાથે એક ચિત્તવાળા બની નિર્મળ હૃદયથી મૈત્રી, મિત્રતા રાખવી એ સજજન પુરૂષનું લક્ષણ છે. જેમ જેમ મિત્રતા વધે છે તેમ તેમ દેશ, જાતિ કે ધર્મના ઉદય થાય છે. બાહ્ય શત્રુતાના અભાવે આ સંસાર સ્વર્ગરુપ બને. અભ્યતર શત્રુએ. આ રીતે જાતિ વૈટી, પૂર્વભવ વૈરી અને આ ભત્ર વૈટી એ ત્રત્રુ પ્રકારના બાહ્ય [શરીરથી બહારના] શત્રુનો એક એક જીવને અનેક હોય છે. એ બધે પ્રભાવ અાંતર શત્રુઓના છે. અત્યંતર-શરીર કે આત્મામાં રહેલા મેટા દુશ્મન છ છે. ક્રોધ, માન, માયા, લેભ, રાગ અને દ્વેષ. વ્યવહાર અને પરમાર્થ એ બંને માર્ગમાં જીજ્ઞેશને નુકશાન કરનાર આ છ પ્રકારની મનની વૃત્તિઓ-પરિણતિઓને શત્રુ તરીકે ગણવામાં આવી છે. એ છ શત્રુઓ અંતરની વિચારદ્રષ્ટિથી યા શાનદૃષ્ટિથી ઓળખી શકાય છે. આ છ શત્રુઓ જગતના છદ્મસ્થ પ્રાણીમાત્રની પાછળ પડેલા છે. એ અંતરના શત્રુઓજ બહારના શત્રુોને ઉત્પન્ન કરે છે. બહારના શત્રુઓને મનુષ્યો ઓળખે છે, તેની સાથે લડે છે, વૈરની પર પરા વધારે છે અને નિકાચિત-ચિકણાં કર્મ બાંધીને અનેક પ્રકારનાં દુ:ખનું સ્થાન એવી દુર્ગતિ ८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy