________________
બોલ તેત્રીશ.
બોલ તેત્રીશ
પરેપકાર કરવામાં ત૫ર રહેવું
પર ઉપકારમાં સત્વર અંતર જોડવું.
પોતાનાં સ્ત્રી, પુત્ર, માતા, પિતા, ભાઈ, બહેન વિગેરે કુટંબી કે સગાસંબધીની સેવા કરવાની તે દરેકની ફરજ હોય છે. તેમાં પરસ્પર સ્વાર્થ પણ હેય છે. આપણે તેની સેવા સાર-સંભાળ કરીએ તો તે આપણી પણ સેવા કરે. એટલે એ પરોપકાર ન કહેવાય. પરંતુ જેમાં પોતાને કોઈ જાતનો સ્વાર્થ ન હોય તેવા પર બીજ જીવોની દયા લાવીને સેવા કરવી કે તેને સહાયતા કરવી અને દરેક રીતે તેમનાં દુ:ખ ટાળવાં તે પરોપકાર કહેવાય.
સ્વાર્થવૃત્તિ વાળો માણસ પરોપકાર કરવાને અસમર્થ હોય છે. કદાચ પરોપકાર કરવાની ભાવના થાય છતાં સ્વાર્થ-પરાયણ હેવાથી તેવી ભાવના ઘણે ભાગે ઓસરી જાય છે. જયારે કેટલાકને તો મોજશોખમાં પડેલા હોવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com