________________
૧૦૪
બોલ એકત્રીશમે
બેલ એકત્રીશ
દયાળુ થવું ‘દયાવંત થઇ આર્ય કાર્ય કરવાં સદા.
જ્યાં દયા, સત્ય, શુદ્ધ દાનત, લજજા-મર્યાદા, નમ્રતા, સંતોષ, સરળતા, સમતા, નીતિ, પરોપકાર વિગેરે સગુણો હોય ત્યાં આર્યપણું હોય અને એ ગુણો જયાં ન હોય ત્યાં અનાર્યપાણું કહી શકાય. આર્યતા એ અહિંસા અને અનાર્યતા એ હિંસા છે.
વગર કારણે પશુ કે મનુષ્યોને ગાઢ પ્રહારો કરવા, પશુ કે મનુષ્યને મજબૂત અને ટૂંકા બંધને બાંધવાં. દ્વેષ કે ઈષ્યથી અન્નપાણી ન આપવાં. કોઈને દોષબુદ્ધિથી ર વિગેરે સાધનથી ઠાર મારી નાખવું, લગ્નાદિ પ્રસંગે શોખની ખાતર બળદો, ઉંટ, ઘોડા વિગેરે પશુઓને દોડાવવાં, કન્યા વિક્રય કરવો કે કરાવવો, અસત્ય આચરણ કરવું, ખાટી સાક્ષી ભરવી, અધિક લેવું, ઓછું આપવું, તેમજ
ખાટા લેખ લખવા, હરાવ્યા કરતાં બમણાં કે ત્રણગણાં દામ ચોપડે ચડાવવાં, ભેળસેળ કરી એક બતાવી બીજો માલ આપ, ટાનું સાચું અને સાચાનું ખોટું કરવું, સડેલાં ધાનના વ્યાપાર કરવા, ચોરી કરવી, પરસ્ત્રી કે પરપુરૂષ સાથે ગમન કરવું, કુચેષ્ટાઓ કરવી, ગાળ આપવી, કયાકલેશ કુસંપકરવા કે વધારવા, તેમજ–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com