________________
", "*
' ,
" ના
નીતિ માર્ગોનુસારીના
પાંત્રીશ બોલ
નીતિ એટલે સદવૃત્તિ, સારી વૃત્તિ, સન્માગે નહિ વળેલો અજ્ઞાની માણસ સામાન્ય રીતે બીજાને નુકશાન પહોંચતું હોય તો પણ તેથી પોતાનો સ્વાર્થ સધાતો હોય તો તેવું કામ, તેવું આચરણ કરવામાં આતુર રહે છે. આવી જતના સ્વાર્થી વર્તનથી મનુષ્યોમાં એક બીજા સાથે અનેકવાર ઘર્ષણ ઉત્પન્ન થાય છે. તેથી અશાંતિ ઉપજે છે અને સંસાર વ્યવહારમાં ખલેલ પડે છે. આવું વર્તન અનીતિ ગણાય છે.
શાંતિ અને સુખ દરેક માણસને પ્રિય હોય છે. સંસાર વ્યવહાર શાંતિપૂર્વક અને સુખપૂર્વક તેજ ચાલી શકે કે જે મનુષ્યો અનીતિ છોડી નીતિનો વ્યવહાર રાખે. અબુધ સંસારીજનેને નીતિને માગે દરવાને માટે શાસ્ત્રકારોએ પાંત્રીશ બોલ, નિયમો ઘડયા છે. તેને અનુસરવાથી માણસ નીતિને માગે ચાલતે થાય છે, તેથી તેને ધર્મનું ભાન થાય છે અને ધર્માચરણ કરવા વે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com