SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ બદલે પ્રચલિત લોકભાષામાંજ હોવી જોઈએ, જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી આવશ્યકક્રિયા વિશેષ ઉપયોગી થઈ શકતી નથી. આમ કહેનારાઓ મંત્રોના શબ્દોને મહિમા, તેમજ શાસ્ત્રીય ભાષાની ગંભીરતા, ભાવમયતા, લલિતતા આદિ ગુણે જાણતા નથી; કારણકે મંત્રોમાં આર્થિક મહત્ત્વ ઉપરાન્ત શાબ્દિક મહત્ત્વ પણ હોય છે જે બીજી ભાષામાં અનુવાદ કરવા જતાં લુપ્ત થાય છે. આમ હોવાથી જે જે મંત્ર જે જે ભાષામાં રચાયેલા હોય તેને તે ભાષામાં જ રાખવા એ યોગ્ય છે;મંત્ર સિવાયના અન્ય સૂત્રના ભાવ પ્રચલિત લેકભાષામાં ઉતારી શકાય છે, પરંતુ તેની ખુબી અને ભાવ જે મુલભાષામાં હોય છે, તે નવીન ભાષામાં પ્રાયઃ લાવી શકાતા નથી. આવશ્યકક્રિયાના સૂત્રને પ્રચલિત લેકભાષામાં રચવાથી પ્રાચીન મહત્વ તેમ ધાર્મિક ક્રિયાકાલોને એકતાનો પણ લોપ થવાનો અને સૂત્રની રચનામાં પણ અનવસ્થા દાખલ થવાની. દૂર દૂર દેશના વસનાર એકજ ધર્મના અનુવાધિઓ જ્યાર તીર્થ સ્થાનમાં એકત્ર થાય છે ત્યારે આચાર, વિચાર, વેશ, ભાષા આદિમાં ભિન્ન હોવા છતાં તે સર્વે ધાર્મિક ક્રિયા કરે છે ત્યારે એકી વખતે એકજ સુત્ર બોલે છે, એક જ પ્રકારની વિધિ કરે છે અને તે પ્રકારે એકતાને પૂર્ણ અનુભવ કરે છે; આમ જતાં ધાર્મિક ક્રિયાના મૂત્ર” આદિને શાસ્ત્રીય ભાષામાં કાયમ રાખવા એ જરૂરનું છે, વળી ધાર્મિક ક્રિયાના સૂત્રોની રચના પણ પ્રચલિત લોકભાષામાં થવા. માંડે તો દરેક જગ્યાએ સમયે સમયે થતા સાધારણ કવિઓ પણ પિતાની કવિત્વ શક્તિને ઉપગ નવા નવા સુત્ર રચવામાં કરવાના; પરિણામ એજ આવે કે એકજ પ્રદેશમાં જ્યાં માત્ર એકજ ભાષા છે, ત્યાં પણ એકજ સૂત્રને બદલે અનેક કતઓના ( ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034979
Book TitleNavkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherJain Yuvak Seva Samaj
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy