________________
એવી સંભાવનાને ખાસ સ્થાન છે; પણ અહીં મારો મુદો સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યજ્ઞા કર્તા સંબંધે છે. હું પહેલાં જ સૂચિત કરી ગયો છું કે ઉપલબ્ધ પ્રમાણે માત્ર એટલું જ સાબિત કરી શકે કે ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કંધ ગણધરત નથી; આથી કઈ અમુક સૂત્ર ગણધરકૃત હોય એમ માનવામાં કશો જ બાધ નથી અને તેથી જ શ્રી હરિભદ્રસૂરિના “ઈરિયાવહિય સૂત્ર ગણધરકથિત છે એ મતલબના ઉલેખને પણ ઘટાવી શકાય તેમ છે.
સંપૂર્ણ આવશ્યકના સૂત્રો કઈ એક જ કર્તાની યુતિ હોય તેમ નથી. તેના કર્તા શ્રી જંબુ, પ્રભવ આદિ અનેક સ્થવિરો હોય તે સંભવ છે, અને તેમ છતાં તે આવશ્યકનું પ્રાચીનત્વ અને મહત્વ જરાયે ઘટતું નથી. હવે પછી કઈ વિચારક સંપૂર્ણ આવશ્યકસૂત્રને ગણધરકૃત સાબિત કરે એવા સ્પષ્ટ ઉલ્લો રજુ કરશે તો તે સંબંધમાં જરા પણ પૂર્વગ્રહ રાખ્યા સિવાય પ્રમાણાનુસારી વિચાર કરવા અને ફરી પ્રમાણેનું બલાબોલ તપાસવા પ્રયત્ન થશે.
સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યકશ્રુતસ્કંધ ગણધરત નથી. તેમજ તેનાં બધાં સૂત્રો કોઈ એક કર્તાની કૃતિ નથી એ વાત જે ઉપરની વિચારસરણીથી સાબિત થતી હોય તે કેટલુંક ખાસ વિચારવાનું અને પરીક્ષણ કરવાનું કામ બાકી રહે છે. જેમ કે ભગવાનશ્રી મહાવીરના સમયમાં કયાં કયાં આવશ્યકને લગતાં સો વ્યવહારમાં આવતાં અને કયાં કયાં તે વખતે રચાયેલાં, તેમ જ તે પ્રાચીન સ ચાલુ રહીને નવીન સૂત્ર કયાં કયાં કયારે ઉમેરાયાં, તેમજ નવીન સૂત્ર દાખલ થતાં કેટલાં પ્રાચીન સત્રો વ્યવહારમાંથી અદશ્ય થયાં અગર તે રૂપાન્તર પામ્યાં; તેમજ પ્રત્યેક પ્રાચીન કે ઉત્તરકાલીન સૂત્રો કોની કોની કૃતિ છે,આ અને આના જેવા અનેક વિચારણીય પ્રમે છે, તેનો ઊહાપોહ કરવાનું મન નથી એમ તો નહિ જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com