________________
નિવેદન.
આ કાઇ પણ પ્રકારના ગ્રન્થ નથી, તે પછી તેને પ્રસ્તાવના તે શેની હાય ? તે ા માત્ર એ નાનકડા નિબંધ માત્ર છે. પ સુખલાલજીના ‘ હિન્દી પંચ પ્રતિક્રમણ ' માંથી આ બે નિબંધો લીધા છે અને તેને ગૂજરાતી અનુવાદ અમે કર્યા છે, અને તેને અંગે · આવશ્યકના કર્તા સંબંધી મારા વીચારાનું પુનરાવર્તન ’ વાળા ભાગ તેમણે પાતે લખ્યા છે.
<
પ્રથમ નિબંધ ‘ નવકાર મંત્ર યા પંચ પરમેષ્ઠી ' ના વિષય સંબંધે છે; તે દાખલ કરવાના હેતુ માત્ર એટલેાજ છે કે પંચ પુરમેથ્રીના સ્વરૂપનું સાચું ભાન આપણને થવા પામે. લેખકે પ્રથમ તા ‘ પરમેષ્ઠી ’ ની વ્યાખ્યા બતાવી સામાન્ય જીવ અને પરમેષ્ઠી વચ્ચેની તારતમ્યતા બતાવી છે; તે પછી સામાન્ય જીવનુ નિશ્ચય અને વ્યવ હાર ર્દષ્ટિએ સ્વરૂપ આલેખ્યું છે; તેટલું કર્યા પછી આ સ્વરૂપને અન્ય દનકારાએ લખેલ જીવના સ્વરૂપ સાથે સરખાવવા નાનકડા પ્રયત્ન સેવ્યા છે. જીવના સ્વરૂપની અનિચનીયતા અને તે એક
1
( ૩ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com