________________
શિષ્ય ચારિત્રસિંહગણિએ સાંકળેલા ૯ગણધરસાર્ધશતકાન્તર્ગત પ્રકરણમાં તથા સેળમા સૈકાના સેમધર્મગણિએ રચેલી ઉપદેશસપ્તતિકામાં પણ આપણા નાયક વિશે થોડી ઘણી હકીકત મળી આવે છે. છતાં તેમાં તેમના જન્મસ્થાન વગેરેની હકીકત તે નથી મળતી. . આચાર્ય અભયદેવ વિશે પક્ત જે જે ગ્રંમાં થોડી ઘણી હકીકત મળે છે તે બધાય ગ્રંથે તેમના પછીના લગભગ બે સૈકા જેટલા મેડા છે અને એમ હોવાથી જ એ બધા ગ્રંથે એમના વિશે પૂરેપૂરી કકસ માહિતી પૂરી પાડી શકતા નથી, એટલું જ નહીં પણ જે કાંઈ થોડી ઘણી અધૂરીય માહિતી આપે છે તેમાં કેટલીક દંતકથામય અને ચમત્કારેથી ભારોભાર ભરેલી છે. સંભવ છે કે બસો વરસના ગાળામાં કોઈ પણ બાબતને પૂરેપૂરે ચક્કસ વૃત્તાંત ન પણ જળવાય.
આજે પણ જે એક માહિતી સાંભળી હોય પછી તે જ માહિતી બેચાર મુખે ફરે વા બેચાર ઘરે આથડે અને એમ કરતાં બેચાર દિવસ વીતી જાય તે પછી એ અસલ માહિતી અક્ષરશ: મેળવવી કઠણ થઈ પડે છે, તે પછી બસે વરસના ગાળામાં લખાયેલ પ્રબંધગ્રંથ એ અસલ હકીકતને બરાબર પૂરેપૂરી ચક્કસાઈધી શી રીતે જાળવી શકે ?
આમ છે માટે જ પ્રભાવકચરિત્ર વગેરે પૂર્વોક્ત બધા પ્રબંધથોમાં તેમના વિશે જે જે માહિતી સચવાયેલ છે તેમાં પૂર્વાપર કમ પણ એક સરખે સચવાયેલ હોય એમ જણાતું નથી. * તીર્થકલ્પમાં, ૧૨ગણધરસાર્ધશતકાંતર્ગત પ્રકરણમાં અને
૯ જુઓ ગણધરસાર્ધશતકતર્ગત પ્રકરણ-ચારિત્રસિંહગણિ. ૧૦ ઉપદેશ સતિકા–સેમધર્મગણિ. ૧૧ જુઓ તીર્થક-૫ પૃ૦ ૧૦૪ ૯૫ ૫૯
"तओ उवसंतरोगेण पहुणा xxx कालाइकमेण कया ठाणाइनवंगाणं वित्ती" ૧૨ જુઓ ગણધરસાર્ધશતકાંતર્ગત પ્રકરણ પૂ૦ ૧૩–૧૪ “તતઃ શ્રીનવમવ
[૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com