SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. પરિક માલિક અને (૨) જે સમયે આચારમાં શિથિલતા વ્યાપી ગઈ અને અનાચારીઓની પ્રબળતા થઈ ગઈ ત્યારે આચાર્ય હરિભદ્ર એ અનાચારનાં જાળાંને તેડી ફરી પાછું સદાચારનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. (૩) સમગ્ર જૈન શ્રત એક સમયે કઠાગ્ર રહેતું, દુકાળની ખતરનાક અસરને લીધે જ્યારે એ શ્રુત નાશની અણું ઉપર આવી પહોંચ્યું ત્યારે શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણે મહાપરિશ્રમ કરીને સમસ્ત શ્રમણ સંઘને વલભીપુરમાં એકઠા કરીને તેને માંડ માંડ માંડ્યું અને સૌથી પ્રથમ પુસ્તકારૂઢ કર્યું. (૪)ફરી પાછું એ જ મૃત જ્યારે છિન્નભિન્ન થઈ જવા આવ્યું ત્યારે, પ્રવચનિક પુરુષ યુગપ્રધાન શ્રીઅભયદેવસૂરિએ તેની અનેક જુદી જુદી વાચનાઓ મેળવી, તેમને સરખી કરીને અને અસ્તવ્યસ્ત થયેલા એ કૃતના પાઠેને મહાપરિશ્રમે ઠીકઠાક કરીને એ મહામૂલા જેન શ્રતને, તેની ઉપર વૃત્તિઓ રચીને, કાળના જડબામાંથી બચાવી લીધું છે, એટલું જ નહીં પણ કાયમને માટે તે શ્રુતને તેમણે ચિરંજીવ કરેલું છે. માટે જ તેઓ જૈન શાસનમાં મહાપ્રાવચનિક પ્રભાવકની કટિમાં મોખરે આવે છે અને તેથી જ મહાવૈયાકરણ શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયે તેમની ગણના યુગપ્રધાન પુરુષમાં કરી બતાવી છે. આવી ભીડભંજન વ્યક્તિઓને જૈનશાસનમાં યુગપ્રધાન વા પ્રભાવક ગણવામાં આવે છે. જેમના નામ સાથે આ કપડવંજ નગરમાં જ્ઞાનસંસ્થા સ્થપાઈ રહી છે તે આચાર્ય અભયદેવસૂરીશ્વરજી એવા જ યુગપ્રધાન અને પ્રાચનિક પ્રભાવક પુરુષ હતા. પ્રસ્તુત છે માટે કહેવું જોઈએ કે આચાર્ય અભયદેવના સમયે શ્રમણ સંઘની શિથિલતાને લીધે જેન આગમેની જે અવ્યવસ્થા દુરવસ્થા અને દુર્બોધતા હતી તેના કરતાં વર્તમાનમાં તે એ અનેકગણી વધી પડી છે. તેને દૂર કરવા સારુ જેન સંઘ ધ્યાન નહીં આપે અને નિષ્કિયની પેઠે એ સ્થિતિ તરફ હજુ પણ આંખમીંચામણું કર્યા કરશે તે વર્તમાન જૈન આગમ સાહિત્ય ભવિષ્યમાં કેવી ભયાનક પરિસ્થિતિએ પહોંચશે, તે કલ્પના પણ જૈન શાસનના પ્રેમીને કમકમા ઉપજાવનારી છે. ૨] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034978
Book TitleNavangi Vruttikar Abhaydevsuri
Original Sutra AuthorN/A
AuthorBechardas Jivraj Doshi
PublisherVadilal M Parekh
Publication Year1954
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy