SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પરચૂરણ: ૧૪ પંચનિર્ગથી ૧૫ ષષ્ઠકર્મગ્રંથસણતિકાભાષ્ય આ રીતે શ્રી અભયદેવસૂરિજીએ એકલે હાથે આશરે બધા થઈ ને સાઠ હજાર લેક રચ્યા છે. કપડવંજ જે નગરમાં આ ઉત્સવ ઉજવાય છે તે નગર કપડવંજ પણ કાંઈ આજકાલનું નથી. કપડવંજનું નામ શાસ્ત્રના પાના ઉપર ચડી ચૂકયું છે, અને અહીંનાં વતની શ્રાવક-શ્રાવિકાઓની ધર્મપ્રીતિનું વર્ણન પણ જૈનગ્રંથમાં મળે છે. આચાર્ય ૩૮ગુણચન્દ્ર સંવત ૧૧૩૯માં પોતે બનાવેલા મહાવીરચરિત્રની પ્રશસ્તિમાં કર્પટવાણિજ્યપુરને જે ઉલ્લેખ કરેલ છે તે જ આ કપડવંજ નગર છે. ગુણચંદ્રસૂરિ લખે છે કે કપડવંજના વતની વાયડકુલના ગોવર્ધન શેઠ અને તેમનું વિપુલ કુટુંબ ભારે ધર્મપ્રિય હતું. તેમનામાં જૈનધર્મ પ્રતિ અસાધારણ ભકિતભાવ હતું. તેમણે બાવન જિનાલયનું ભવ્ય મંદિર આ શહેરમાં જણાવ્યું હતું એ વગેરે વગેરે વર્ણન કરીને શ્રીગુણચંદ્રસૂરિ આપણુ ધર્મનાયક શ્રીઅભયદેવસૂરિ તથા તેમના ગુરુ શ્રીજિનેશ્વરસૂરિ અને શ્રીબુદ્ધિસાગરસૂરિનાં નામે પણ બહુ સદ્ભાવ સાથે નેધે છે. અને છેલ્લે તેઓ જણાવે છે કે અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિની ખાસ પ્રેરણું મળવાથી આ મહાવીરચરિત્ર કપડવંજમાં પૂરું બનાવી શકાયું છે. આ તે કપડવંજની પ્રાચીન જાહોજલાલી થઈ. વર્તમાનમાં પણ જે શહેર આગમના અનન્ય ઉપાસક આનંદસાગરસૂરિજી તથા એવા જ આગમપ્રેમી શ્રી પુણ્યવિજયજી વગેરે મુનિઓનાં જન્મસ્થાનરૂપ છે અને સમતાવંત સાધ્વીજી શ્રીરતનશ્રીજી (પુણ્યવિજયજીનાં માતાજી) વગેરે અનેક સુશીલ સાધ્વીઓનાં જન્મ૩૮ જુઓ વીઝિરિયની પ્રશસ્તિ - ૬૪ થી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034978
Book TitleNavangi Vruttikar Abhaydevsuri
Original Sutra AuthorN/A
AuthorBechardas Jivraj Doshi
PublisherVadilal M Parekh
Publication Year1954
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy