SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તિ પણ પાટણમાં રહીને જ પૂરી કરી. વચ્ચે ગીતાર્થ અને સુવિહિતશિરોમણિ શ્રીહરિભદ્રસૂરિએ રચેલા તથા શુદ્ધ માર્ગના પ્રરૂપક એવા પંચાશક ગ્રંથ ઉપર તેઓએ સં. ૧૧૨૪માં ધૂળકામાં રહીને વ્યાખ્યા રચીને પૂરી કરી. આમ તેઓ કવચિત પાટણ છોડીને બહાર પણ વિહરતા હતા છતાંય મોટે ભાગે તેઓ પાટણમાં રહીને વૃત્તિઓ રચવાની પ્રવૃત્તિ કરતા રહેતા. વૃત્તિઓ જેમ જેમ રચાતી ગઈ તેમ તેમ મહાગ્રતધર શ્રી દ્રોણાચાર્ય તેમને તપાસી તપાસીને શુદ્ધ કરતા ગયા અને દરેકે દરેક વૃત્તિ ઉપર પિતાની પ્રામાય–મેહર મારતા ગયા. સં. ૧૧૨૦થી સં. ૧૧૨૮ સુધીમાં તેઓએ વૃત્તિઓ રચવાનું શરૂ રાખ્યું છે તે જોતાં તેમણે આયંબિલતપ પણ તે સમય દરમિયાન ચાલુ રાખેલું. એક તે ભારે પરિશ્રમનું કામ, મગજ ઉપરનું તાણ, લાંબા ઉજાગરા અને ખેસૂકો બરાક ઈત્યાદિ કારણેને લીધે, એમ કહેવામાં આવે છે કે, તેમના શરીરમાં લેહીવિકારને રોગ થઈ આવ્યું, જેને તે સમયના લેકેએ કેને રેગ માન્ય. અને વૃત્તિઓ બનાવતાં ક્યાંય ઉસૂત્રનું પ્રરૂપણ થઈ જવાથી તેની સજા રૂપે તેમને એ કેઢ થયે છે, એમ એ લકે કહેવા લાગ્યા. આ અપવાદ આચાર્ય અભયદેવને એ અસહ્ય લાગ્યું કે તેઓને અનશન કરવાને સુધ્ધાં વિચાર થઈ આવ્યે. એવામાં તેમને સ્વપ્ન આવ્યું કે નાગરાજે આવીને જીભ વડે પિતાને રેગ ચાટી લીધે છે અને પોતે થાંભણ ગામ પાસેની શેઢી નદીને કાંઠે દટાયેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને બહાર કઢાવી તે નિમિત્તે એક નવું તીર્થ સ્થાપવા જઈ રહ્યા છે. પ્રાત:કાળ થતાં આ સ્વપ્નની વાત તેમણે પોતાના ગુરુને કહી અને પછી કેટલાક શ્રાવકોએ તેમની સાથે ચાલવાની ઈચ્છા બતાવી તેથી તેઓ થાંભણ તરફ અશકત શરીર પણ વિહાર કરવા તત્પર થઈ ગયા. ધીરે ધીરે વિહાર કરતા તેઓ થાંભણું પોંચ્યા અને શેઢી નદીને કાંઠે દટાયેલ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનાં દર્શન કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034978
Book TitleNavangi Vruttikar Abhaydevsuri
Original Sutra AuthorN/A
AuthorBechardas Jivraj Doshi
PublisherVadilal M Parekh
Publication Year1954
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy