________________
motocmesemoesemotoreneo este
૧૩૪.
:
-
-~
સ્થાન આપ્યું અને એજ શક્તિનાં નિર્મળત્વ, નિર્વિકારત્વ, પરોપકારત્વ અને પવિત્ર્યને એકરસ ગંગાજરૂપે અનુભવ્યું ત્યારે મસ્તક સ્થાન અપ્યું. ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીની અનન્ય ભાવનાથી ઉત્તમ સેવા અને પરમ પવિત્ર પતિવ્રતાપણું અનુભવ્યું કે જગતના જ જીવનરૂપે સર્વત્ર પૂજાગ્ય બનાવી સર્વ વર્ણમાં વિચરવા સ્વાતંત્ર્ય છે
અર્પે. બ્રહ્માજીએ શ્રી સરસ્વતીને નિર્ભય અને અતિ સૂક્ષ્મ મર્મને જાણું પિતાની સદ્ગતિના આધારરૂપ માની, ઉગ્ર તપસ્વીઓમાં . સુખકર ગણાવી લેકોનું કલ્યાણ કરવા, બાળક, વૃદ્ધ, રાય, રંક, ઉંચ, નીચ, પુરૂષ વા સ્ત્રી સર્વમાં, દેશમાં કે વિદેશમાં વસવા, વધવા અને વિભૂષિત કરવા યથે સ્વાતંત્ર્ય આપ્યું છે. ગાર્ગિ, મૈત્રેયી, લીલાવતી, સાવિત્રી, અનસૂયા, ચૂડાલા, મદાલસા વગેરેની વૃત્તિઓથી પણ ઋષિમુનિઓનું સન્માન સિદ્ધ થાય છે. ભગવદ્ભાષ્કાર શ્રીઆદ્ય શંકરાચાર્યે પોતાના પ્રતિપક્ષી મંડનમિત્રની સાથે વાદવિવાદમાં ન્યાયપૂર્વક નિર્ણય આપવા તેમનાં પત્ની સરસ્વતીને અધ્યક્ષ બનાવી, સ્ત્રીનાં જ્ઞાનશક્તિ, સત્ય બુદ્ધિ અને નિઃસ્પૃહતાને અનુપમ દાખલ દર્શાવ્યો છે. તો પછી ભારતભૂમિનાં બાળકે સ્ત્રીઓને પ્રજા ઉત્પન્ન કરવાના સંચારૂપ માની, વિષયવાસના તૃપ્ત કરવાનું સ્થાન ગણું ઘોર અજ્ઞાનમાં રાખી પિતાના અહર્નિશ સહવાસમાં મૂર્ણ સ્ત્રીની સોબતથી સંસારને રથ વિષમ ચક્રથી ચલાવવા યોગ્ય કદી નહીં ધારે એટલું જ નહીં પણ સ્ત્રીઓની યોગ્યતાને પરીપૂર્ણ સન્માની અનન્ય દાખે દર્શાવવા પાછીપાની કરે જ નહીં. પુરૂષો સ્ત્રીઓને અધમ કહી નિદે તે વિદૂષી એની બીસન્ટ આદિ સ્ત્રીને, દેશભૂમિને તથા ચંડી આદિ દેવીઓને શામાટે સન્માને ! સ્ત્રીઓ કે જેમના ગૃહશિક્ષણ અને પવિત્ર આચરણ ઉપર ભવિષ્યની પ્રજાની ઉન્નતિને આધાર છે તેને મેગ્ય કેળવણી આપી, સદાચારમાં ન પ્રવર્તાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com