SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 0000000338 ૯૫ નથી. ઉપરના આડમ્બરથી પ્રતિપક્ષ વધારેને વધારે ફાવે છે અને આ લાંપડી ઇન્દ્રિયથી ડગુમગુ મનવાળા · હાર્યો જુગારી બમણું રમે ’ એ ન્યાયે વિદ્વાન પંડિતદ્વારા ઉહાપા કરી ધર્મધ્વજા ઉંચે તે ઉંચે ચડાવે છે; પણ દિલગીરી ઉપજે છે કે દ્વિરા કાચને મૂલ્યે ચાલ્યે જતા જોઈ શકતા નથી. હિન્દના ચાર ભાગ પડયા છે. હિન્તિ, અંગાળી, દક્ષિણી અને ગુજરાતી. તેમાં ગુજરાતી પક્ષ આવા સુધરેલા અને વિદ્યાથી ઝળકતા રાજ્યમાં પણ ૯૦ ટકા અભણ છે અને જે સાક્ષર છે તેમાંથી ૮૦ ટકા વિદેશીય અનુકરણ અંતે સ્વદેશી તિરસ્કરણથી રાક્ષસરૂપે આન્તર શત્રુ છે જ્યારે ખરા વિદ્વાન આચાર અને શીલસંપન્ન શેષ ભાગને ખાવાના સાંસા છે અને વૃત્તિ માટે આશ્રય પણ કઈ આપતું નથી. ઘણી વખત સાંભળવામાં આવે છે કે ગુજરાત ગાંડી છે અને એ વાત પણ ખરી લાગે છે. કારણ કે સર્વ કાર્યમાં પ્રથમ ઠંગાતી હાય તે આ ગુજરાતી પ્રજાજ છે. જે ઠેકાણે ધર્મને ક્હાને અગર ડાકારજીને નામે અનર્થ અર્થરૂપ થાય છે; ભગવાં લુગડાં મુસલમાન પહેરી ક્રે પણ ભેખને મહિમા મનાય છે; સંત, સાધુ કે પરમાર્થીના વેશ ધારી ધર્મનું કામ છે એમ મનાવી નાણાંની મ્હોટી રકમેાની માગણી કરી પરમાર્થ કરવાનું ક્હાનું બતાવે ત્યારે આવા ત્યાગીને દ્રવ્યને અડકવાને અધિકાર નથી અને લેનાર દેનાર પાતકી થાય એમ જાણે છતાં તેની ઈચ્છાને અનુસરે; તન, મન અને ધન સર્વને ભેગ આપે; મ્હોટાં ભાષણુ કરાવી છાપાદ્વારા ભીખ માગે અને અજ્ઞાની લેાકેાની લાગણી ઉપર અસરકારક ગીતાથી હલ્લા કરી શરમમાં નાખીને નાણાં પણ કઢાવે તે પ્રજા ભાળી અને ગાંડી શિવાયની કઇ ઉપમાને ચેગ્ય હાઈ શકે ? પુરૂષ! જો આવા મેહાન્ધ થયા તે પછી સ્ત્રીએ કે જેનાં ચરિત્ર દેવા પણ જાણી ન શકે તે માટે પૂછ્યુંજ શું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat " www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy