________________
પ્રકરણ ૨ જુ પ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ અગાઉ આપણે વર્ણવી ગયા તે હરિવંશમાં રાજગૃહી નગરીને વિષે સુમિત્ર નામને રાજા થશે. સામ, દામ, દંડ અને ભેદ એ ચાર પ્રકારની રાજનીતિમાં કુશળ હોવા છતાં તેમણે પિતાને રાજ્યવિસ્તાર વધારવામાં એકલા પરાક્રમને જ આશ્રય લીધું હતું. રાજગૃહીનું સ્થાન ભારતમાં સર્વોત્કૃષ્ટ હતું. તેની રાજ્યગાદીએ એક એકથી ચઢિયાતા પરાક્રમી પુરુષે જ સિંહાસનને ભાવતા હતા. રાજવી સુમિત્ર ન્યાયશીલ અને સૌમ્ય પ્રતાપી હતું. તેમની કીડા પણ નિર્દોષ હતી. ધર્મપરાયણ વૃત્તિવાળા તેને વનકીડા કે મૃગયાકીડા કરવા કરતાં ધર્મને પ્રભાવ પ્રસરે, ધમને નાદ દિગ્ર-દિગંતમાં ફેલાય ને લેકે સવિશેષ ધમી બને તે માટે અતી ઉત્કંઠા રહેતી અને તે માટે રથયાત્રા, અષ્ટાહિકાદિ મહત્સવ વિગેરેની
જના કરતે તેમજ ધર્મ-પ્રભાવના થાય તેવાં ધર્મકાર્યો કરતે. દેહને પડછાયો જેમ દેહને અનુસરે તેમ પતિવ્રતાધર્મવાળી સદાચારપરાયણ પદ્માવતી નામની તેમને પટ્ટરાણ હતી. તે પોતે શ્રેષ્ઠ રાજકુળમાં જન્મેલ હોવાથી તેનામાં ખાનદાની અને કુલીનતાનાં સમગ્ર અંશ હતા. પદ્માવતી પિતાના રૂપ-સૌંદર્યથી ઉર્વશી સરખી અપ્સરાને પણ લજિજત બનાવતી. તેના મૃગનયને સરખા દીર્ઘ લેચને, હસ્તીની સુંઢ જેવો ભુજ પાશ, ચંદ્ર સરખું ઘાટીલું મુખ, અષ્ટમીના ચંદ્ર જેવું ભવ્ય લલાટ, પિપટની ચાંચ જેવી સુંદર નાસિકા, ભરાવદાર ને વિકસિત અંગે તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com