________________
શ્રી મુનિનાં પૂર્વભવે ]
સમજાઈ અને અગાધ સંસાર–સસારમાંથી પાર પહેાંચાડનાર નૌકા સમાન ભાગવતી દીક્ષા લઈ આત્માહાર કરવાના નિર્ણય કર્યાં. ચેાગ્ય સમયે તેમણે આત્મવીલ્લાસપૂર્વક નંદન મુનિ પાસે, સપ જેમ કાંચળીને ત્યાગ કરે તેમ ભાગવિલાસાને ત્યજી દઈને, પ્રત્રજ્યા ગ્રહણ કરી અને દેહદમન શરૂ કર્યું. ઉગ્ર તપશ્ચર્યાં, શુદ્ધ ક્રિયા અને વિશુદ્ધ ચારિત્રપાલનપૂર્વક સયમી જીવન શરૂ કર્યું. જેમ જેમ શાસ્ત્રીય ખાધ વધતા ગયા તેમ તેમ અધ્યાત્મપરાયણ પ્રવૃત્તિ પણ સતેજ બનતી ગઈ. આત્મકલ્યાણ અને આત્મચિંતવન એ જ એમને મુખ્ય અધ્યવસાય બની ગયા. પ્રાંતે અરિહ'તની ભક્તિ વિગેરે સ્થાનકાના આરાધનથી તેમણે તીથ કરનામક ઉપાર્જન કર્યું" અને આયુ પૂણ થયે કાળધમ પામીને સુરશ્રેષ્ઠ રાજવીના જીવ પ્રાણુત નામના દેશમા દેવલાકમાં દેવ થયા.
T
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
www.umaragyanbhandar.com