________________
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
યુગલિક છે. તમારા આહાર આદિથી અપરિચિત છે, માટે ધીમે ધીમે તેને પશુ-પંખીનું માંસ અને મને આહાર આપજે.” પ્રજાજને અને પ્રધાનએ દેવાજ્ઞા પ્રમાણે કર્યું અને હરિને મહારાજાના સ્થાને સ્થાપે. રાજ્યસુખ ભોગવતાં તેમને સંતાનપ્રાપ્તિ થઈ. આયુષ્ય પૂર્ણ થયે બંને સાથે જ મૃત્યુ પામ્યા અને મદિરા-માંસ આદિના ભક્ષણથી નરકગામી બન્યા. ચંપાપુરીની રાજ્યગાદી ઉપર તેમના વંશજ આવ્યા અને તેમને વંશ “હરિવંશ” એવા નામથી પ્રખ્યાતિ પામ્યા.
હરિના મૃત્યુબાદ તેને પુત્ર પૃથ્વીપતિ રાજગાદીએ આવ્યો. તેણે ચિરકાળ પર્યન્ત રાજ્ય કરી પિતાના મહાગિરિ નામના પુત્રને રાજ્યપદે સ્થાપન કર્યો. તેણે પિતાના હિમગિરિ નામના પુત્રને રાજગાદી આપી. તેના મૃત્યુ બાદ વસુગિરિ નામના પુત્રને રાજ્ય સંપાયું, જેણે પ્રાંત દીક્ષા લઈ સિદ્ધિગતિ પ્રાપ્ત કરી. વસુગિરિના સ્થાને તેને પુત્ર ગિરિ આવ્યા, જેણે પણ ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરી પ્રાંતે શિવપદની પ્રાપ્તિ કરી. તેણે પિતાના પુત્ર મિત્રગિરિને રાજ્યસિંહાસને બેસાર્યો. તેણે પણ ઉગ્ર તપશ્ચર્યા અને નિર્મળ સાધુજીવનથી સ્વશ્રેય સાધ્યું. આવી રીતે ચંપાપુરીની ગાદીએ અનેક રાજવીઓ ઉત્તરોત્તર થતાં આવ્યા. આ હરિવંશમાં જ આપણું ચરિત્રનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીને જન્મ થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com