________________
હરિવ‘શની ઉત્પત્તિ ]
૧૭
એવા વિચાર ઉદ્ભવ્યે કે જો હું આ બંનેને અહીં જ મારી નાખીશ તે આ ક્ષેત્રના પ્રભાવે મૃત્યુ પામી તેઓ દેવ થશે માટે એવા પ્રયાસ કરું કે જેથી તેઓની હલકી ગતિ થાય અને મારા વેરના બદલા પણ ખરાખર લેવાય.' વિચારણાને અંતે તેને જણાયું કે–જો તેને આ ક્ષેત્રમાંથી કભૂમિમાં લઈ જઈ રાજા બનાવવામાં આવે તા તે અવશ્ય અશુભ ગતિને પ્રાપ્ત કરે અને સ્વગ જેવા આ દિવ્ય સુખાથી પણ વંચિત બને; કારણ કે “રાજેધરી નરકેશ્વરી.” આ પ્રમાણે વિચાર કરી પેાતાના વિભગજ્ઞાનના ઉપયાગ મૂકયા તા તે સમયે જ ભરતખ’ડની ચંપાપુરીમાં ઇક્ષ્વાકુ વંશના ચંદ્રીતિ નામના રાજા નિઃસંતાન મૃત્યુ પામેલ જણાયા. તેણે તે યુગલને શીવ્રતાથી ઉપાડી તે નગરીના ઉદ્યાનમાં મૂકયા. ચંદ્રકીર્તિ રાજા અપુત્રિયો મૃત્યુ પામવાથી પોરજના સહિત પ્રધાના નૂતન રાજાની શેાધમાં પંચ દિવ્ય સાથે પુરીમાં પરિભ્રમણ કરવા લાગ્યા તેવામાં આકાશમાં રહી ધ્રુવે કહ્યું કે–“ હે પ્રષાના તથા પૌરજના ! તમારા પુન્યથી પ્રેરાચેલ મેં તમારા માટે અપૂર્વ રાજા શેાધી કાઢ્યો છે. તે રિ અને હરિણી નામના યુગલિક છે. શ્રીવત્સ, મત્સ્ય, કળશ, વ અને અકુશાદિ શ્રેષ્ઠ શારીરિક લક્ષણૢાથી યુક્ત છે તેથી તમે તેને તમારા રાજા બનાવા, હરણી પટ્ટરાણી થશે માટે તેને ઉદ્યાનમાંથી લાવી તે બંનેના રાજ્યાભિષેક કરો. આ
*
* યુગલીયાનું આ પ્રમાણેનું અપહરણ તે અચ્છેરું જ ગણાય, કારણ કે અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલને કભૂમિમાં આવવાપણું રહેતુ‘ જ નથી-બનતું જ નથી. દેવે તેમનું એ ગાઉનું દેહમાન પણ ન્યૂન કરી નાંખ્યુ` અને તેની સાથેાસાથે આશ્ચર્ય પમાડે તેવી હકીકત તા એ કરી કે તેમના એ પલ્સેાપમ જેટલા આયુને સ`ખ્યાતા વર્ષામાં પલટાવી નાંખ્યું. આ અનપત્ર - નીય આયુનુ પણ દેવે અપવન કર્યું" તે પણ આશ્ચર્યજનક જ અચ્છેરું' અનંત ચાવીશીએ વ્યતીત થયા બાદ ક્રાઇ વખત જ
છે. આવુ
અને છે.
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com