SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - 5 જાન જ - - - - ૧૨ - [ શ્રી મનિસુવ્રતસ્વામી ચરિત્ર તેણે પિતાના કેશને છૂટા મૂકી દીધા, વચના ટુકડે ટુકડે કરી નાખ્યા, ગળામાં માળા નાખી અને યોગી જેવી કફની ધારણ કરી એક ભ્રમિતની માફક “વનમાળા” ના નામને પોકાર પાડતે વીરકુવદ ચૌટાઓ અને માર્ગોને વિષે ભમવા લાગ્યા. હવે તે તેને પિતાના ખાસ ઘર જેવી કઈ વસ્તુ રહી નહતી એટલે કોઈ વખત ઉદ્યાનમાં તે કઈ વખત કૂવાકાંઠે. કઈ વખત મંદિરના પડથાર પર તે કઈ વખત માર્ગ પર, કેઈ વાર વૃક્ષની નીચે તે કઈ વાર શ્મશાન યા તે શૂન્યગૃહમાં તે પડી રહેતે. લોકોને તેની આવી કંગાળ સ્થિતિ પરત્વે ઘણી કરુણા આવતી પરંતુ તેની ઉદરપૂતિ માટે અન્ન આપવા સિવાય બીજી કઈ સહાય આપવાનું તેમનામાં સામર્થ્ય ન હતું. વીરકુર્વેદના મનમાં વનમાળા સિવાય બીજું કઈ રટણ જ ન હતું. તે પોતાની ક્ષુધા યા તૃષા શાંત કરી પાછે “વનમાળા” નામને પોકાર પાડવાનો વ્યવસાય લઈ ચાલી નીકળતું. કેટલાક વિચક્ષણ પુરુષે તેને સમજાવવા પ્રયત્ન કરતાં, તેને આશ્વાસનના બે શબ્દ કહેતા પણ તેના હૃદયમાં રહેલ વનમાળા-પ્રાપ્તિની જ્વાળા આવા ઉપરછલાં આશ્વાસનેથી શાંત ન જ થઈ. માનવજાતને પણ હૃદય તે હોય છે. ભલે તે કઈ વખત કઠોર કે કર બની જાય પણ તેના એકાદા પ્રદેશમાં કમળતાને ધીમો ઝરે વહેતા હોય છે. પોતાના સ્વામી વીરકુવદની દીવાની હાલતના સમાચાર વનમાળાને પહોંચ્યાં. તેને પોતાના પ્રેમાળ પતિના આવા વિશ્વાસઘાત માટે સ્વજાત પ્રત્યે તિરસ્કાર વછૂટ્યો. તેની મોહાંધ નજરમાં જ્ઞાન–તેજનું આખું કિરણ પ્રકટયું. તેને પોતે કરેલ આચરણ માટે પશ્ચાત્તાપ થવા લાગ્યા. ઊંડે ઊંડે હૃદયમાં ડંખ ઉપ પણ હવે તે પરાધીન હતી. સમાજની નજરે તે પતિતા ગણાઈ ચૂકી હતી. આ ઉપરાંત તે એવા સુવર્ણપિંજરમાં પૂરાઈ હતી કે ત્યાંથી સહેલાઈથી છૂટકારો મેળવાય તેમ નહોતું. યથેચ્છ ભેગવિલાસે માણવાની પહેલાની પ્રબળ ઈચ્છા હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy