________________
પ્રકરણ ૩ જુ
પશ્ચાત્તાપ ને પરિણામ મહારાજા સુમુખના રાજમહેલમાં ભેગવિલાસમાં વનમાળા મસ્ત બની હતી ત્યારે બીજી બાજુ વિરકુવીંદ પિતાની પ્રિયતમાના અપહરણથી અત્યંત દુઃખી બની ગયા. પિતાની પત્ની વિનાનું શૂન્યJડ તેને સ્મશાન સદશ જણાવા લાગ્યું. પિતાની પત્ની સાથેની સ્વગભુવન જેવી લાગતી ઝુંપડી અત્યારે તેને ખાવા ધાતી હોય તે અનુભવ થે. પિતાની પ્રેમાળ પત્ની સાથેના ભેગવિલાસનાં મરણે તેને ક્ષણે ક્ષણે વિહ્વળ બનાવવા લાગ્યા. પોતાની પત્નીના અપહરણથી તે અર્ધ દિવાના જે બની ગયે. તેની તૃષા અને સુધા લુપ્ત થઈ ગઈ. તેને કેઈ સ્થળે ચેન પડતું નહિ. વનમાળા વિના તેને પોતાનું જીવન ટકાવી રાખવું મુશ્કેલ થઈ પડ્યું, પણ તેને પુનઃ પ્રાપ્ત કરવાની તેની પાસે શકિત નહેતી. સુમુખ જેવા રાજવી સાથે બાથ ભીડવાની તેની હિમ્મત ચાલતી નહિ અને હિમ્મત ચાલે તે પણ તેને કઈ સહકાર કે સહાય આપનાર ન હતું.
જેમ ચકવાક ચક્રવાકીને ઝંખતે ઝંખતે તેની શોધમાં અહીંથી તહીં ચોમેર ભટક્યા કરે તેમ વીરકુવીંદ પણ હવે પિતાની ઝુંપડીને ત્યાગ કરી કૌશામ્બી નગરીની ગલી અને શેરીઓમાં પરિભ્રમણ કરવા લાગ્યો. “વનમાળા વનમાળાના રટણ સિવાય તેને બીજું કે કર્તવ્ય ન રહી. તે દિવાના જે જ બની ગયા. તેની આવી સ્થિતિ જોઈ પરજનને કરુણા ઉપજતી પણ તેનું દુખી જીવન જેવા છતાં રાજાના ભયથી તેને કેણ સહાય કરે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com