________________
પુષ્પધવાની પીડા ]
રાજાને એકાન્તમાં લઈ જઈ કહ્યું કે-“હે સ્વામિન ! આપ આટલા બધા વિહવળ કેમ બની ગયા છે ? આ બધી મને રંજક ક્રિીડામાં આપ ઉદાસીનભાવ કેમ સેવી રહ્યા છે ? આપના હૃદયમાં શું શલ્ય છે તે મને કહે તે હું તેને પ્રતિકાર કરવા ઉચિત પ્રયત્ન કરું.”
સુમતિ મંત્રીના આવા વચનથી, નદીને બંધ છૂટે મૂકતાં જેમ જળને ધોધ વહેવા લાગે તેમ રાજાના હૃદયરૂપી નદીમાં વનમાળારૂપી રહેલો ધધ વહી નીકળ્યો. તેણે પોતાની સર્વ સ્થિતિ ને પરવશતા સુમતિ મંત્રીને જણાવી દીધી, કારણ કે તેની સહાયની અપેક્ષા વિના આ કાર્ય સિદ્ધ થવાની તેને સંભાવના નહતી. તેણે કઈ પણ ઉપાયે પિતાને વનમાળા સાથે મેળાપ કરી આપવાની મંત્રી પાસે માગણી કરી અને વિશેષમાં જણાવ્યું કે“વનમાળા સિવાયની એક પળ પણ મને વર્ષ જેવડી મોટી જણાય છે માટે બનતા પ્રયાસે પહેલામાં પહેલી તકે તે મને પ્રાપ્ત થાય તેવો પ્રયાસ કર.” છેવટે મંત્રીના આશ્વાસન જનક વાર્તાલાપથી રાજાને કામનવર કંઈક અંશે શાંત થયો અને સંધ્યાકાળ થતાં રાજા પિતાના પરિવાર સાથે રાજમહેલે પાછો ફર્યો.
ખરેખર કામ-પીડા દુઃસહ્ય છે. ભલભલા ગીઓ અને મહાન તપસ્વીઓને પણ પુષધન્વાએ પિતાના ધનુષ્યના એક ટંકાર માત્રથી વશીભૂત કર્યા છે તે સુમુખ જેવા રાજવીનું તેની પાસે શું ગજું? ખરેખર કામીપુરુષ માટે એક કવિએ યથાર્થ જ કહ્યું છે કે –
दिवा पश्यति नो पका, काकः नक्तं न पश्यति । अपूर्वः कोऽपि कामान्धः, दिवानक्तं न पश्यति ॥
અથૉત્ ધૂવડ દિવસે જોઈ શકતું નથી, કાગડે રાત્રિએ જોઈ શકતું નથી પણ કામી પુરુષ તે એ અપૂર્વ અંધ બની ગયો હોય છે કે તે દિવસે અગર તે રાત્રિને વિષે પણ જોઈ શકો નથી (અર્થાત્ સારાસારને વિચાર કરી શકતું નથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com