________________
વિવિધ મ ]
આ બેંતાલીશ પ્રકારો પૂર્વકાળે વિદ્યમાન હતા, જે પૈકી નવ મહામંત્ર તે એવા ચમત્કારિક હતા કે જેના પ્રાબલ્યથી અકલ્પનીય અને અલૌકિક વસ્તુઓ પણ સાંપડતી, પરંતુ કલિકાલના માહામ્યથી આ મહાન શક્તિશાળી નવમંત્રોને પ્રભાવ કમી થયો. બાદ કાળક્રમે તે યતિવર્યોના હાથમાં જ્ઞાનભંડારોમાં સંચય તરીકે જઈ ચઢયે અને પરિણામે તેઓ તેને પિતાના નિર્વાહ સાધન તરીકે ઉપયોગ કરવા લાગ્યા.
પૂર્વકાળે મહાન પ્રભાવશાળી સૂત્રે, આગમ ગ્રંથ, ચમત્કારિક તેત્રો અને અનેક પ્રકારના મંત્રવિધાને વિદ્યમાન હતા. તેમાંનાં જ એક અંશ માત્રને આ સંગ્રહ છે, છતાં આવા પ્રભાવશાળી મહાન મંત્રવિધાને કે જે પરોપકારી તેમજ શાસનની ગોરવતા વધારનારા છે તેના જાણકારો પોતાના ભંડારોમાં તેને ગુપ્ત રીતે રાખી તેના આધારે ધનસંચયની ઈચ્છા સેવી રહ્યા છે તે વસ્તુ ખરેખર શેાચનીય અને સમાજને અહિતકર્તા છે. અમે આશા રાખીએ છીએ કે જે જે વિદ્વાને પાસે જેટલી જેટલી મંત્ર સંબંધી સાહિત્ય સામગ્રી પ્રાચીન સૂત્રોમાંથી યા તે અન્ય ક્ષેત્રદ્વારા હસ્તગત થતી જાય તેટલી તેટલી જે તેઓ શાસનસેવા અર્થે રજૂ કરતા રહેશે તે જરૂર તેઓએ શાસનની અને સાથોસાથ માનવજાતિની અમૂલ્ય સેવા બજાવી ગણાશે.
અમોએ આ ગ્રંથમાં રજૂ કરેલ મંત્રવિધાને તેમજ તે જે પૈકી કેટલાક પ્રકાશિત અને ચેડા હસ્તલિખિત ગ્રંથમાંનાં છે તે સર્વને એકત્રિત કરી આ ગ્રંથદ્વારા એટલા માટે પ્રકાશિત કરીએ છીએ કે છૂછવાયું પડેલ મંત્ર સંબંધી સાહિત્ય એક જ સ્થાને સંગ્રહિત થાય અને આવા અતીવ ઉપમેગી ગ્રંથને લાભ દરેક વ્યક્તિને માટે ફલદાયી થઈ પડે.
- - - -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com