________________
*
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
શારીરિક વ્યાધિનું નિવારણ થાય છે તે જ પ્રમાણે આજ સુધીમાં પ્રમાણભૂત મનાયેલ જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ જે બાહોશ જ્યોતિષવિદ્યાવિચક્ષણ પુરુષના સૂચન પ્રમાણે ગ્રહોની શાંતિના ઉપાય તરીકે મંત્રજાપ વિધિયુક્ત કરવામાં આવે તે તેના આરાધનના પ્રતાપે વક ગ્રહ પણ મિત્ર સદશ બની સહાયતા કરવા પ્રેરાય છે.
ગ્રહે એ પણ એક પ્રકારના દેવે જ છે. જે તેમને જાપ એક ચિત્ત ભક્તિપુરસ્સર કરવામાં આવે છે તે જાપ અવશ્ય ફળદાયી બને છે. જો કે કર્મગતિ પ્રમાણે ભાવીને મિથ્યા કરવા કેઈ પણ સમર્થ નથી, પાંચમની છઠ્ઠ કરવાને જ્યાં મહાન જતિષવિશારદ પણ અસમર્થ બન્યા છે ત્યાં સાધ્ય બનેલ ગ્રહ દેવતાઓ ભવિતવ્યતા ટાળવા સમર્થ નથી; છતાં પણ એટલું તે સંભવિત છે કે ગ્રહોના જાપથી અને તેમની સહાયથી શૂળીનું વિધ્ર સેયથી ટળી જાય છે. “અણીનો ચૂક્યું વર્ષ જીવે તે ઉક્તિની માફક પરમાત્માના જાપમાં લીન બનેલ આત્મા પોતાના ધાર્મિક નિત્ય નિયમે ચાલુ રાખી સ્વ તેમજ પરનું કલ્યાણ કરવા શક્તિશાળી બને છે.
આજ સુધીમાં પ્રાપ્ત થયેલા અનેક પ્રાચીન ગ્રંથના સંશેધનથી એ વસ્તુ નિર્વિવાદ સિદ્ધ થયેલ છે કે સનાતન અને જેન તિષપારંગત મહાપુરુષોએ એવા ઉચ્ચ પ્રકારના મંત્રજાપ રચ્યા છે કે જેના આધારે જે પ્રકારની સિદ્ધિને સ્વપ્ન પણ ખ્યાલ ન હોય તે સિદ્ધિ અધિષ્ઠાયક દેવના પ્રભાવથી નિમેષ માત્રમાં પ્રાપ્ત થઈ શકે છે.
સ્વકલ્યાણની ઈચ્છા રાખનાર દરેક વ્યક્તિએ હંમેશા ગુરુગમપૂર્વક મંત્રજાપ કર. મંત્રજાપ કરવો એ સહેલી વસ્તુ નથી. તેમાં પણ સાધકની કસોટીને પ્રશ્ન રહે છે. મંત્રથી જેની સાધના કરવામાં આવતી હોય છે તે અધિષ્ઠાયક દેવ સાધકની દઢતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com