________________
પ્રકરણ પહેલું
મંત્રની આવશ્યકતા જગતના દરેક મનુષ્ય ઉપર ગ્રહદશા પિતાને પ્રભાવ દર્શાવે છે. શનિ, રાહુ, કેતુ અને મંગળ-આ ચાર ગ્રહના પ્રાબલ્યમાં મનુષ્ય જીવનની પરિસ્થિતિ એટલી બધી વિષમ બની જાય છે કે જેના વેગે વેદનાના કારણથી અનેક વખત મનુષ્યને સ્વજીવન અકારું લાગે છે અને તેવા અનેક દુઃખી આત્માઓ વિવિધ પ્રકારનાં અસહ્ય દુઃખ અને શારીરિક અસાધ્ય વ્યાધિથી કંટાળી આત્મહત્યાના માર્ગે વળી જાય છે અને પિતાનું અમૂલ્ય માનવજીવન બરબાદ કરી મૂકે છે. વ્યવહારવિચક્ષણને ડાહ્યો ગણાતે માનવી પણ ગ્રહની અશુભ અસર નીચે પિતાની વિચારશક્તિ કે બુદ્ધિવૈભવ ગુમાવી બેસે છે. સારાસાર કે હિતાહિતની વિચારણા કરવામાં તેની મતિ કુંઠિત બની જાય છે. આવી સ્થિતિમાં તેને જે મંત્રજાપ અગર તે એ બીજે કઈ સહયોગ પ્રાપ્ત ન થાય તે તેને પિતાને પિતાનું જીવન ભારરૂપ લાગે છે અને પરિણામે તે ન કરવાનું કાર્ય કરી બેસે છે. બારીક નજરથી આપણે આ વિશ્વને અવલકશું તે આવા સેંકડે દાખલાઓ મળી આવશે.
પરંતુ આટલા માત્રથી હતાશ થવાનું કે ગભરાઈ જવાનું કશું કારણ નથી. ભારદરીયે તેફાને ચઢેલ એક સ્ટીમરને જે પ્રમાણે બાહોશ કેપ્ટન કુનેહપૂર્વક કિનારે લઈ જવા ઘણી વખત સમર્થ બને છે, એક બાહોશ ડોકટરના હાથે અસાધ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com