________________
( ૧૪ )
બન્યું છે કે તેના શિક્ષણાર્થે ઉપયાગ કરવાની ખાસ ભલામણે। અનેક તરફથી થઇ છે. તેની ત્રીજી આવૃત્તિ બહાર પાડવી પડી છે તે જ તેની લાકપ્રિયતાની સાબિતી છે. ટૂંક સમયમાં આ ત્રણે ગ્રંથાને સમાજનુ પીઠબળ સારા પ્રમાણમાં મળવાથી કરી છાપવાની જરૂર પડી છે. કાર્યાલયના હવે પછીના પ્રકાશનની યાદી આ બુકમાં રજૂ કરવામાં આવી છે. પ્રાચીન સાહિત્યનું સ`શાધન સૂક્ષ્મ રીતે કરી, દરેકે દરેક પ્રકાશના પ્રગટ કરવામાં આવશે, કે જેના વાંચનમાં નવીનતા અને સાથેસાથ સુંદર સાધન સાહિત્યપ્રિય વ્યક્તિને જરૂર માલૂમ પડશે.
આશા છે કે સમાજના સાહિત્યપ્રેમીએ કાર્યાલયના પ્રકાશનને અપનાવશે. આ કાર્યાલય તરફથી ચે વીશે . તીર્થંકરાના ચિરત્રા આધુનિક શિક્ષણમાં ઉપયેગી થઇ પડે એવી રીતે સચિત્ર પ્રગટ કરવાની યેાજના હાથ ધરવામાં આવી છે અને શાસનદેવની સહાયથી અમે આ કપરા કાળમાં પણુ અમારા સદુઘમમાં સફળતા પ્રાપ્ત કરશુ.
મગળદાસ ત્રિ. ઝવેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com