________________
૧૦૪
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પ્રશિષ્યાદિ પરિવાર યુક્ત પુનઃ હસ્તિનાપુર પધાર્યા. મહાપદ્મ કુમારે સંપૂર્ણ રાજસાહ્યબી સાથે જઈ વિધિપૂર્વક વંદન કર્યું.
ધૂમસ કે જે જળનુ રૂપાન્તર છે તેને અવલખીને અને ધૂમસના અપૂકાય જીવાને કઇ પણ પીડા ઉપજાવ્યા વિના આકાશમાં ગતિ કરવાની જે શક્તિ તે નિહાચારણુ લબ્ધિ.
અવશ્યાય એટલે ઠાર અથવા ઝાકળ તેના અપુકાય જીવાને કંઇપણુ પીડા ઉપજાવ્યા વિના તે ઝાકળને અવલખીને આકાશમાં ગતિ કરવાની જે શક્તિ તે અવશ્યાયચારણુ લબ્ધિ.
આકાશમાં ચઢી આવેલાં પાણીવાળા વાદળાંનાં અકાય જીવાને કઇપણ પીડા ઉપજાવ્યા વિના તે વાદળાંને અવલ’ખીને આકાશમાં ગમન કરવાની જે શક્તિ તે મેચારણુ લબ્ધિ,
મેધ વ તા હાય તે વખતે મેધની જળધારાના અાય જીવાને કંઈ પણ પીડા ઉપજાવ્યા વિના જળધારાઓને અવલખીને ગગનમાં ગમન કરવાની જે શક્તિ તે વારિધારાચારણુ લબ્ધિ.
કુબ્જ વ્રુક્ષાના ( વાંકાતેડા વૃક્ષાના) આંતરાઓમાં કરાળીયા જીવા જાળ ગૂંથે છે તે જાળ ઉપર પગ મૂકી ઉપાડીને ચાલવા છતાં જાળના એક તંતુ પણ તૂટે નહિ એવી રીતે આકાશમાં ગમન કરવાની જે શક્તિ તે મટતંતુચારણુ લબ્ધિ.
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારા વિગેરે કાઇ પણ તેજસ્વી પદાનાં તેજનાં કિરણેા ઉપર પગ મૂકી ઉપાડીને તેજિકરણાના આલબનથી આકાશમાં ગમન કરવાની જે શક્તિ તે જ્ગ્યાતિરશ્મિચારણુ લબ્ધિ. એમાં જ્યેાતિ એટલે તેજ, તેનાં રશ્મિ એટલે કિરણા તે ન્યાતિરશ્મિ એ શબ્દા છે. શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ પર્યંત ઉપર સૂર્ય'નાં કિરણો અવલખીને ચઢ્યા હતા એમ જે પ્રસિદ્ધિ છે તે આ જ્યેાતિરશ્મિચારણુ લબ્ધિથી જ ચઢ્યા હતા.
તથા વાયુ ઊર્ધ્વ વાતા હાય અથવા તીો (વાંકા) વાતે હાય, ઉષટ ગતિએ વાતા હાય, સીધી ગતિએ વાતા હાય કે ક્રાઈ પણ દિશામાં વાતા હાય તા તે દિશા તરફની વાયુશ્રેણીને અવલખીને તે ઉપર પગ ઉપાડી મૂકીને ભૂમિવત્ આકાશમાં અસ્ખલિત ગતિએ ગમન કરવાની જે શક્તિ તે વાયુચારણુ લબ્ધિ. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com