________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ ] જ
૧૦૩ ભવ્યજનેને પ્રતિબદ્ધતા, શાસનની પ્રભાવના કરતા અને ધર્મ-વ્યાપાર કરતાં સુવ્રતાચાર્ય પોતાના શિષ્ય
પઘાસનથી કે કાયોત્સર્ગીસનથી શરીર હલાવ્યા વિના સ્થિરતાપૂર્વક આકાશમાં ઊડવાની શક્તિ તે ચારણ લબ્ધિ.
- વાવ, નદી, સરોવર અને સમુદ્ર આદિ જળાશયોમાં અપૂકાય જીવોની વિરાધના કર્યા વિના જેમ ભૂમિ ઉપર પગ ઉપાડી મૂકીને ચાલે છે તેમ જળમાં પણ (એટલે જળની સપાટી ઉપર પણ) પગ ઉપાડી મૂકીને ચાલવાની શક્તિ તે જળચારણ લબ્ધિ.
ભૂમિ ઉપર ચાર અંગુલ ઊંચા રહીને ચાલવાની શક્તિ તે જધાચારણ લબ્ધિ, અને અનેક પ્રકારનાં વૃક્ષો ઉપર રહેલાં ફળને અવલંબીને ચાલવા છતાં ફળના જીવને કિંચિત પણ બાધા ને ઉપજે એવી શક્તિ તે ફળચારણુ લબ્ધિ.
અનેક વૃક્ષાદિકનાં ફૂલેની ઉપર પગ ઉપાડી મૂકીને ચાલવા છતાં ફૂલના જીવોને કંઈપણ પીડા ન થાય એવી જે ચાલવાની શક્તિ તે પુષ્પચારણ લબ્ધિ.
અનેક વૃક્ષો ઉપર રહેલાં પ ઉપર પગ મૂકી ઉપાડીને ચાલવા છતાં પણ પત્રના જીવોને કંઈ પણ પીડા ન ઉપજે એવી ચાલવાની શકિત તે પત્રસારણ લબ્ધિ.
ચાર સે જન ઊંચા નિષધ અને નીલવંત પર્વતની ટંકછિન શ્રેણિઓના આલંબનવડે ( વિષમ ટેકરીઓ ને મહાશિલાઓને અવલંબીને) પગ મૂકી ઉપાડીને ઉપર ચડવાની તેમ જ નીચે ઉતરવાની શક્તિ તે શ્રેણિચારણ લબ્ધિ.
અગ્નિની બળતી વાલાઓ ઉપર એટલે શિખાઓ ઉપર પગ ઉપાડી મૂકીને આકાશમાં ગમન કરે તે પશુ અગ્નિના જવાને પીડા ન ઉપજે એવી ચાલવાની શક્તિ તે અગ્નિશિખાચારણુ લબ્ધિ અથવા શિખાચરણ લબ્ધ કહેવાય. આ લબ્ધિવડે મુનિ અગ્નિશિખા ઉપર પગ મૂકે તો પણ પગ દાઝે નહિ.
ધૂમાડે ઉપર જાય અથવા તીર્થો-આડા જાય તો પણ તે ધૂમાડાના આલંબન વડે આકાશમાં અખલિત ગતિ કરવાની જે વ્યક્તિ તે ધૂમ ચારણ લબ્ધિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com