________________
-
- . . .-
-
=
=
=
==
==
=
==
==
====
==
સમકાલીન શલાકાપુરુષ ] »
એકદા તે પોતાના રાજમહેલની અગાશી ઉપર શાંત ચિતે બેઠા હતા તેવામાં અકસ્માત વિદ્યુત્પાત નીહાળી તેને સંસારની અસારતા અને આયુષ્યની ક્ષણભંગુરતા સમજાણું તેથી તરત જ તેને આત્મા વેરાગ્યની વિચારધારાએ ચઢી ગયા અને તેને પરિણામે અલ્પ સમયમાં તેણે સમાધિગુપ્ત નામના શ્રેષ્ઠ મુનિવરની પાસે સર્વવિરતિ સ્વીકારી. આયુષના પ્રાંતભાગ પર્યન્ત નિરતિચારપણે શુદ્ધ ચારિત્રપાલન કરી, છેવટે સમાધિપૂર્વક કાળધર્મ પામી તે બારમા દેવલોકના ઈંદ્ર તરીકે ઉપજે.
જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઈંદ્રપુરીને પણ શરમાવે તેવું હસ્તિનાપુર નામનું શ્રેષ્ઠ સમૃદ્ધિયુક્ત નગર હતું. ઈક્વાકુ વંશવિભૂષણ પોત્તર નામનો મહાપરાક્રમી રાજવી તેના સિંહાસનને શાભાવી રહ્યો હતો. તેને જવાળાદેવી તેમજ લક્ષ્મીદેવી નામની પટરાણીએ સર્વ રાણીઓમાં મુખ્ય હતી.
વાળાદેવી જેન ધર્મને માનવાવાળી હતી જ્યારે લક્ષ્મીદેવી મિથ્યાદૃષ્ટિ હતી. જ્વાળાદેવીને કેશરીસિંહના સ્વપ્નથી સૂચિત અત્યંત કાંતિમાન દેવાંશી પુત્ર થયો અને તેનું વિણકુમાર એવું નામ રાખ્યું. બાદ કેટલોક કાળ વ્યતીત થયા પછી પ્રજાપાલ રાજાને અશ્રુતે થયેલે જીવ બારમા દેવલોકથી ચવીને જવાળાદેવીના ઉદર અવતર્યો. તે સમયે રાણીએ સહેજ ઝાંખા ચૌદ મહાસ્વપ્ન જોયા. જન્મ
૯ તીર્થકર ભગવતિની માતા ચૌદ સ્વમો તદન સ્પષ્ટ જુએ છે, જ્યારે ચક્રવતીની માતા તે જ સ્વમો કંઇક ઝાંખા જુએ છે. વાસુદેવની માતા ચૌદમાંથી સાત સ્વપ્ન જુએ છે, જ્યારે પ્રતિવાસુદેવની માતા કેટલા જુએ તેને નિરધાર નથી. બળદેવની માતા ચૌદમાંથી ચાર સ્વમો જુએ છે. ચૌદ સ્વમોનાં નામ આ પ્રમાણે૧ હસ્તી, ૨ વૃષભ, ૩ કેશરીસિંહ, ૪ લક્ષ્મીદેવી, ૫ પુષ્પની માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ પ્રજ, ૯ કુંભ, ૧૦ પદ્મસરોવર, ૧૧ ક્ષીરસમુક, ૧૨ વિમાન અથવા ભૂવન, ૧૩ રનરાશિ અને ૧૪ નિધૂમ અમિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com