SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સુદનાની સ્વર્ગ પ્રાપ્તિ ] સાતમા વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે ૧ સચિત્ત આહાર-સચિત્ત વસ્તુ ખાવી તે. ૨ સચિત્તપ્રતિબદ્ધ આહાર-સચિત્તની સાથે વળગેલી વસ્તુ ખાવી તે. ૩ અપકવ આહાર-બરાબર નહિ પાકેલી વસ્તુ ખાવી તે. ૪ દુઃ૫કવ આહાર-ખરાબ રીતે પાકેલી (મિશ્રિત) વસ્તુ ખાવી તે. ૫ તુચ્છોષધિ ભક્ષણ-ખાવામાં થોડું આવે અને ઘણું નાખી દેવું પડે એવી વસ્તુ ખાવી તે. (પ્રથમના ચાર અતિચાર સચિત્તના ત્યાગી માટે સમજવા) (૮) અનર્થદંડ વિરમણ વન ત્રિીજું ગુણવ્રત] કઈ પણ પશુપક્ષીઓને કીડાની ખાતર ઘેર પાળવાં નહીં, તેમાં પણ કૂતરાં, બીલાડા વિગેરે હિંસક જનાવરોને તે પાળવાં જ નહીં. હાથી, ઘોડા, ઘેટા, કુકડા વિગેરેની રમત જ્યાં થતી હોય ત્યાં જેવા જવું નહીં. રસ્તે ચાલતાં જેવાઈ જાય તેની જયણ રાખવી. કેઈને ફાંસી આપતા હોય ત્યાં જેવા જવું નહીં. બને ત્યાં સુધી સ્ત્રીકથા, રાજકથા, દેશકથા તથા ભેજનકથા વિનાકારણ નહીં કરવાને ઉપયોગ રાખવે. આ તેમજ રૌદ્રધ્યાન થાવા નહી. રસ્તે ચાલતાં વિનાકારણ વૃક્ષ, વેલા તેડવાં નહીં. સગવડ હોવા છતાં પણ લીલોતરી ઉપર પગ મૂકીને ચાલવું નહીં. આ સિવાય અપધ્યાન, પ્રમાદાચરિત, હિંસપ્રદાન અને પાપપદેશ-એ ચાર પ્રકારના અનર્થદંડમાંથી કોઈપણ પ્રકારે વિના કારણે દંડથતું હોય તે તેન કરવાને બનતાં સુધી બરાબર ઉપવેગ રાખવે. કોશ, કુહાડા, હળ, મૂશળ, ઘંટી, દાતરડાં પ્રમુખ અધિકરણે તૈયાર રાખવાં ને માગ્યા આપવાં એ પણ અનર્થદંડ છે. શસ્ત્રનાં વ્યાપારને પણ આ વ્રતમાં સમાવેશ થાય છે, તેથી હથિયારોને પણ વ્યાપાર ન કરો. ઘરકામે અગર તે સ્વબચાવની ખાતર રાખવાની જયણા રાખવી. કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy