________________
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર આ શકુનિકાવિહારને ઉલ્લેખ અને આખ્યાયિકા શ્રી જિનપ્રભસૂરિકૃત વિવિધતીર્થકલ્પ, પ્રબંધચિંતામણિ, કુમારપાલપ્રતિબંધ, પ્રભાવક ચરિત્ર, સમ્યફવસપ્તતિકાવૃત્તિ, કથાવલી તેમજ ચતુર્વિશતિ પ્રબન્ધમાં દષ્ટિગોચર થાય છે. કેટલાક એવા અનુમાન પર આવ્યા છે કે શકુનિકાવિહારને ઐતિહાસિક યુગ ઈ. સ. પૂર્વે પહેલી યા તે બીજી સદીથી શરૂ થાય છે. - મૌર્યસમ્રા સંપ્રતિએ આ વિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતો. ત્યારબાદ આર્ય ખપૂટાચાર્યને આ તીર્થ સાથે સંબંધ નજરે પડે છે. તેમના સમયમાં આ તીર્થ બૌદ્ધોના આધિપત્યમાં ચાલ્યું ગયું હતું. પ્રભાવિક આર્ય ખપૂટાચાર્યને આ ખટકયું. તેમણે કઈ પણ હિસાબે આ તીર્થ પુનઃ પોતાના કબજામાં લેવા પ્રયાસ આદર્યો. બૌદ્ધોનું આ સમયે ગુજરાતમાં પ્રાબલ્ય જામતું આવતું હતું, છતાં આર્ય ખપૂટાચાયે તેમની સામે હામ ભીડી. તેમના વિદ્વાન ને વાદકુશળ શિષ્ય ભુવને બૌદ્ધો સાથે વાદ કર્યો તેમાં બૌદ્ધોનો પરાજય થયે. આર્ય ખપૂટાચાયે બૌદ્ધભિક્ષુ બટુ(વૃદ્ધ) કરને વાદમાં પરાજિત કર્યો. આ સમયે એટલે વી. સં. ૪૮૪ માં (ઈ. સ. પૂર્વેના પહેલા સૈકામાં) ભરુચમાં બલમિત્ર અને ભાનુમિત્ર નામની બંધુ-બેલડીને શાસનકાળ હતું. તેમના રાજ્યકાળમાં આર્ય ખફટાચાયે પુનઃ આ
તીર્થ જૈનોના કબજામાં લીધું. ત્યારબાદ પ્રભાવિક આચાર્યશ્રી - સિદ્ધસેન દિવાકરસૂરિના ઉપદેશથી મહારાજા વીર વિક્રમાદિત્યે
આ પ્રાચીન તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું. પ્રભાવિક આચાર્ય પાદલિપ્તસૂરિએ આ મંદિરના ધ્વજદંડની પ્રતિષ્ઠા કરાવેલી.
બાદ કાળયોગે દાવાનળ પ્રગટ્યો અને તેની ઉગ્ર જવાળાના ઝપાટામાં આ મંદિર પણ આવી જવાથી ભમી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com