________________
શકુનિકાવિહાર! આચાર્યશ્રીએ ધર્મના આધારભૂત કાર્યો, શાસ્ત્રજ્ઞાન અને તેના પ્રકારે વિગેરે સર્વ હકીકત ટૂંકમાં કહી સંભળાવી, પ્રાંતે જણાવ્યું કે આ સ્થાન અતિ પવિત્ર છે, અત્રે વીશમા તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીએ પિતાના પૂર્વભવના મિત્ર અશ્વને પ્રતિબંધ પમાડ્યો હતો અને તેને કારણે “અરધાવાધ તીથ' એવા નામથી આ સ્થાન પ્રસિદ્ધિ પામ્યું છે પરંતુ આ સ્થાન પર જે ભવ્ય જિનાલય ઊભું કરવામાં આવે તે તેના દર્શન-પૂજનથી પાપી પ્રાણુઓ પણ પોતાના કર્મપંકને પેઇ નાખે. આચાર્યશ્રીએ સુદર્શનાને જિનભુવન તેમજ જિનબિંબ બનાવવાને, તેની પ્રતિષ્ઠા કરવાનો, તેની સેવા-ભક્તિ કરવાને તથા તેને અનુમોદન વિગેરેથી પ્રાપ્ત થતે અનહદ લાભ યથાસ્થિત સમજાવ્યું. આચાર્યશ્રીને ઉપદેશ સુદર્શનાને અમૃત સમાન આહૂલાદક નીવડ્યો.
વાવેલા બીજને નીકદ્વારા જળસિંચન થતાં પુષ્ટિ મળે તેમ સુદર્શનાના કોમળ હૃદયને આચાર્યશ્રીના ઉપદેશની પુષ્ટિ મળતાં તેણે તરતજ તે સ્થળે એક અપૂર્વ, ભવ્ય અને અતિઉત્તુંગ જિનપ્રાસાદ કરાવ્યો. અને પિતાના પૂર્વભવની સ્મૃતિ જાળવવા માટે તેનું “ શકુનિકાવિહાર” એવું નામ રાખ્યું. તે મંદિરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની મરકત મણિમય મૂર્તિ સ્થાપી.
આ શકુનિકા (સમળી) વિહારના અનુસંધાનમાં વિસ્તૃત ઈતિહાસ પથરાયેલો છે. ભૃગુકચ્છને આ વિહાર એતિહાસિક વસ્તુ બની છે અને તેણે ચઢતી-પડતીનાં અનેક જુવાળ અનુભવ્યા છે. જે આ વિહાર સંબધે સંપૂર્ણ હકીકત પ્રગટ કરવામાં આવે તે તેને માટે એક નાની જુદી ટેકટની રચના કરવી પડે, પરતુ અને તે સંક્ષિપ્તમાં પ્રસંગ પૂરતું જ સમજાવવા પ્રયત્ન કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com