________________
૨૨
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર જ્યાં સુધી પહોંચે તેટલી ભૂમિ બક્ષીસ તરીકે અપણ કરી.
ભાગ્યશાળીને પગલે પગલે ઋદ્ધિ સાંપડે તેમ સુદશનાને પિતાની પૂર્વજન્મની ભૂમિ પર પગ મૂકતાં જ શ્રેષ્ઠ સગવડતા સાંપડી. બક્ષીસ મળેલી જમીન પર અશ્વના ગમન પર્યત ઘટકપુર અને હસ્તીના ગમન પર્યત હસ્તીપુર નામના નગર વસાવ્યા. સુદર્શનાએ રાજમહેલમાં જઈ કંઈક સ્વસ્થતા પ્રાપ્ત કરી અને જે મનવાંછિત અને ઝંખના માટે તે અપાર સાગરનું ઉલ્લંઘન કરીને અત્રે આવી પહોંચી હતી તે મુનિવરને તેમજ પોતાના સમળીના ભવના નિવાસસ્થાનને નજરે નિહાળવા તેનું મન તલપાપડ બન્યું. તરત જ તેની સાધના માટે તે નીકળી પડી. વિશાળ વડવૃક્ષ નજીક આવતાં જ પૂર્વનાં બધાં સ્મરણે નજર સામે જ તરવરતાં હોય તેમ સ્મૃતિમાં ખડા થવા લાગ્યા. સમળીને માળે, બચ્ચા, મ્લેચ્છનો પાડો, ચ્છનું શર-સંધાન, બાણથી વીંધાઈને સમળીનું પૃથ્વી પર પતન, મહામુશ્કેલીઓ વટવૃક્ષ નજીક આગમન, મુનિજનેનું આશ્વાસન અને નવકાર મંત્રનું શ્રવણ–આ બધા પ્રસંગે તેના મનમાં ચિત્રપટના ચિત્રોની માફક એક પછી એક સરકી ગયા. ત્યાંથી આગળ ચાલી
જ્યાં મુનિવરને નિવાસ હતો. ત્યાં આવી અને તેમને નમ્રભાવે આભારની લાગણીપૂર્વક વંદન કરી તે કૃતકૃત્ય થઈ. મુનિઓને વંદન કરી આગળ ચાલતાં તે મુખ્ય આચાર્ય સમીપે આવી પહોંચી. આચાર્યની શાંત ને ભવ્ય મુખમુદ્રા જોઈ સુદર્શના પિતાના ઉઠાવેલા શ્રમને પણ સાર્થક માનવા લાગી. સુદર્શનાએ વિધિપુરસ્સર નમન કરી તેમની નજીક બેઠક લીધી. ભાવિતાત્મા જાણું આચાર્ય મહારાજે ધર્મના સ્વરૂપનું સંક્ષિપ્ત ખ્યાન વર્ણવી બતાવ્યું. આ દેશનાના પ્રતાપે જિંદગીમાં કદી ન અનુભવેલું સુખ સુદર્શનાએ અનુભવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com