________________
અશ્વાવબોધતીથની ઉત્પત્તિ
४७
કે “પર્વભવના મિત્રસ્નેહથી આકર્ષાઈ હું અત્રે તેના પ્રતિબેધાર્થે આવેલ છું અને તેનું આયુષ્ય પણ હવે અલ્પ છે.” - જિતશત્રુ રાજાએ તેને તરત જ પિતાના આધિપત્યમાંથી મુક્ત કર્યો. અચ્ચે પણ પરમાત્મા પાસે અણશણ સ્વીકાર્યું અને આમભાવમાં લીન થયા. પંદર દિવસ પર્યત શુભ ધ્યાનમાં રક્ત રહી પ્રાંતે તે અશ્વ કાળધર્મ પામીને આઠમા સહસાર નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવ થયા પછી પિતાને પર્વ ભવ વિચારતાં અવધિજ્ઞાન દ્વારા અશ્વનાં ભવમાં ઉપકારી બનેલ પરમાત્મા પાસે આવ્યા અને વિષ્ણુ અને વેણુ અને મૃદંગ વિશેરેના ભવ્ય ઠાઠપૂર્વક ભક્તિપુરસ્સર નૃત્ય કર્યું અને પછી પરમાત્માની શ્રદ્ધાન્વિત સ્વરે સ્તુતિ કરી. જે રથાને શ્રી મુનિસુવ્રતસ્વામોએ અશ્વને પ્રતિબંધ પમાડે તે સ્થાન અધાવબોધ તીર્થ તરીકે પ્રખ્યાતિ પામ્યું. અને તે જ સ્થળે સિંહલદ્વીપની રાજકુમારી સુદર્શનાએ દેવવિમાન સરખું શકુનિકાવિહાર નામનું દેવાલય બંધાવ્યું. આ રાજકુમારી સુદર્શના કેણ? અને તેણે શા કારણથી આ ભવ્ય મંદિર બંધાવ્યું? તેના સ્પષ્ટીકરણ માટે આપણે આ ચરિત્ર-પ્રવાહમાં આગળ વધીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com