________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
વિગેરે હકીકત જણાવતાં અત્યાર સુધી લયલીન બની દેશના સાંભળતાં પદ અશ્વના કાન ચમક્યા. “જિનમંદિર અને તેનું નિર્માપણુ” એ શબ્દ તેના હદયમાં આરપાર ઉતરી ગયા. તે શબ્દને વિશેષ ને વિશેષ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થઈ આવ્યું અને તેને પરિણામે પિતાને સાગરદત્તનો પૂર્વભવ મરણપથમાં તરી આવ્યો. તેણે વિચાર્યું કે “તે ભવમાં જિનમંદિરતે કરાવ્યું પણ સંશય-ભાવને કારણે તેની પૂર્ણ ફળ–પ્રાપ્તિ થઈ શકી નહિ અને તિર્યચનિમાં પરિભ્રમણ કરવું પડયું પરન્તુ હવે સાક્ષાત્ જિનેશ્વર ભગવંત જ મળ્યા છે તે મારે શા માટે જીવન સાર્થક ન કરી લેવું?” આવી વિચારધારાએ આરૂઢ થયેલ અવહેવાર કરવા લાગે, તેના સમગ્ર અવયવે ઉલ્લાસ પામ્યા, નેત્રે વિકસિત બન્યા અને કોણે ચિત્રવિચિત્ર રીતે ઊંચા નીચા થવા લાગ્યા. પિતાના હર્ષ જણાવવા તે પેતાની ખરીના અગ્રભાગથી જમીન ખણવા લાગ્યા અને મુખ આગળના બે ચરણે ભૂમિ સુધી નમાવી વારંવાર નમસ્કાર કરવા લાગ્યું. આ દ્રશ્ય જોઇ સમગ્ર પર્ષદા આશ્ચર્યાન્વિત બની ગઈ. તેવામાં જાણે હર્ષને અતિરેક થયો હોય તેમ અશ્વ તીર્થકર ભગવંત સમક્ષ આવવા ચાલ્યા અને શ્રી મુનિસુવ્રતસ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા આપી તેમની સમક્ષ નતમસ્તકે ઊભો રહ્યો.
અવની આવી બધી ચેષ્ટાઓ જોઈ આશ્ચર્ય—સાગરમાં ડુબેલા જિતશત્રુ રાજાએ પ્રભુને કારણ પૂછયું. એટલે પરમાત્માએ તેને પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું અને વિશેષમાં જણાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com