________________
પ્રકરણ ૨ જુ
મત્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ
અગાઉ આપણે વર્ણવી ગયા તે હરિવંશમાં રાજગૃહી નગરીને વિષે સુમિત્ર નામને રાજા થયો. સામ, દામ, દંડ અને ભેદ એ ચાર પ્રકારની રાજનીતિમાં કુશળ હોવા છતાં તેમણે પિતાને રાજ્યવિસ્તાર વધારવામાં એકલા પરાક્રમને જ આશ્રય લીધું હતું. રાજગૃહીનું સ્થાન ભારતમાં સર્વોત્કૃષ્ટ હતું. તેની રાજ્યગાદીએ એક એકથી ચઢિયાતા પરાક્રમી પુરુષે જ સિંહાસનને શોભાવતા હતા. રાજવી સુમિત્ર ન્યાયશીલ અને સૌમ્ય પ્રતાપી હતું. તેમની કીડા પણ નિર્દોષ હતી. ધર્મપરાચણ વૃત્તિવાળા તેને વનકીડા કે મૃગયાકીડા કરવા કરતાં ધર્મને પ્રભાવ પ્રસરે, ધર્મને નાદ દિ-દિગંતમાં ફેલાય ને કે સવિશેષ ધમી બને તે માટે અતીવ ઉત્કંઠા રહેતી અને તે માટે રથયાત્રા, અષ્ટાનિકાદિ મહત્સવ વિગેરેની યોજના કરતે તેમજ ધર્મ-પ્રભાવના થાય તેવાં ધર્મકાર્યો કરતા. દેહનો પડછાયે જેમ દેહને અનુસરે તેમ પતિવ્રતાધમવાળી સદાચારપરાયણ પદ્યાવતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com