________________
શ્રી નવકાર મહામંત્રનાં ઈદે ઘણું છે પણ અત્રે એક સાદી ભાષાનું ગીત, હેજે મેંએ થઈ જાય તેવું મૂકવામાં આવે છે. મુંબઈના લાલબાગના ઉપાશ્રયમાં પૂજ્ય મુનિ મહારાજ શ્રી ભાનવિજયજી મહારાજે, વગર ભણાર્થે શ્રોતાઓને રેજ ગવરાવી મુખપાઠ કરાવી દીધું હતું. આરેહ અવરેહ પૂર્વક તેઓ જ્યારે ગવરાવતા ત્યારે, ૫ર્ષદા આખી શ્રોતા માત્ર ભાઈ ભહેને એક તાન થઈ, એ ગીતને ઝીલતા, એ દ્રશ્ય અપૂર્વ ! સમરો મંત્ર ભલે નવકાર, એ છે ચૌદ પૂરવને સાર; એના મહિમાને નહિ પાર, એને અર્થ અનંત ઉદાર.
સમરે ૧ દુઃખમાં સમરે સુખમાં સમરે, સમરે દિવસ ને રાત, જીવતાં સમરે મરતાં સમરો, સમરે સૌ સંઘાત.
સમરે ૨ જોગી સમારે, ભેગી સમરે, સમારે રાજા રંક; દેવે સમરે દાનવ સમરે, સમરે સૌ નિઃશંક.
સમરે ૩ અડસઠ અક્ષર એના જાણે, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પ્રમાણે, આઠ સિદ્ધિ દાતાર.
સમર૦ ૪ નવપદ એના નવ નિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે, વીર વચનથી હદયે વ્યાપે, પરમાતમ પદ આપે.
સમર૦ ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com