________________
૧૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
માલૂમ પડ્યો. જો કે વનમાળાનું અપહરણ ચાલાકીથી કરવામાં આવ્યું હતું, એટલે વિશેષ કેળાહળ નહેતે થે, પણ વરકુવીંદના ગલીએ–ગલીએના પરિભ્રમણથી પ્રજાજનેમાં તે વાતને વિશેષ પ્રચાર થયો હતે તેમજ રાજ્યાધિકારી વર્ગમાં પણ રાજવીના આ અનુચિત વર્તન પરત્વે અસંતોષ અને ધિક્કારની લાગણું ઉત્પન્ન થઈ હતી. આ ઉપરાંત રાણીવાસની અન્ય પટ્ટરાણીના ઉપાલંભે પણ તેને સહન કરવા પડતા હતા. પ્રસંગે પ્રસંગે સુમતિ મંત્રીના ઉપદેશની પણ અસર થઈ. આ બધા કારણેને અંગે સુમુખ રાજવીની વિચારશલીમાં અજબ પરિવર્તન થયું. વનમાળાની માફક તેને પણ પોતાની ભૂલ સમજાઈ પરંતુ હવે શું કરવું ? તેને અંગે મેટી વિમાસણ ઊભી થઈ; કારણ કે વનમાળાના અપહરણરૂપી બાણ તે ધનુષ્યમાંથી કયારનું ય છૂટી ગયું હતું. આટલું છતાં પણ તેણે મન સાથે મક્કમ નિર્ણય કર્યો કે એગ્ય સમય કે સંગ સાંપડે કે તરત જ આ થયેલ ગંભીર ભૂલ સુધારી લેવી.
વનમાળા અને સુમુખ રાજવી બંનેના વિચારમાં સુધારે થયો પણ એક-બીજા પરસ્પર હૃદય ખેલીને સ્પષ્ટતાથી વાત કરી શકતા ન હતા. છેવટે દુભાતે દિલે વનમાળાએ વીરકુવીંદના ભ્રમિત જીવનની વાત સુમુખ રાજવી પાસે કાઢી અને બંનેના હદયમાં ધોળાઈ રહેલ હકીકત ધીમે ધીમે પ્રગટ થવા લાગી. વનમાળાના વિચારને સુમુખ રાજવીનું અનુમોદન મળ્યું અને વીરકુવીંદ પાસે ઉભયે માફી માગવી એ મક્કમ નિર્ણય થયે.
વાચક! આ સંબંધમાં વનમાળા કે સુમુખ રાજવીનો દેષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com