________________
રંકમાંથી રાયાણી
૧૩
પિતાની પાસે રહેલ ઝોળીમાંથી પાસા કાઢયા. તેને આમ તેમ ફેરવી બે-ચાર વાર ભૂમિ પર ફેંક્યા અને જાણે કઈક ઊંડી ગણત્રી કરતી હોય તેમ વિચારમાં લયલીન બની જઈ, અચાનક કૃત્રિમ હાસ્યપૂર્વક કહ્યું કે “હે પુત્રી! તું ખરેખર સૌભાગ્યશાલિની છે. મારા નિમિત્તશાસ્ત્રને આધારે હું કહું છું કે તમારા બંનેનો મેળાપ અવશ્ય થશે જ અને તે પણ ટૂંક સમયમાં જ તારે આ બાબત હવે લેશમાત્ર ચિન્તા ન કરવી. ફકત મારી સૂચના પ્રમાણે તૈયાર થઈ જવું. હું એવો પ્રયત્ન કરીશ કે સુમુખ રાજવી તારામાં જ આસક્ત રહેશે અને તને પટ્ટરાણી પદે સ્થાપશે. તું તારી સર્વ તૈયારીમાં રહેજે.” આ પ્રમાણે કહીને આત્રેયી સુમતિ મંત્રીના મહેલે ગઈ અને તેને સર્વ વ્યતિકર કહી સંભળાવ્યો. નિયમિત દિવસે વનમાળા અને સુમુખ રાજવીના મેળાપની તૈયારી થઈ ગઈ.
સુમુખ અને વનમાળાને મન તે દિવસે સોનાને સૂર્ય ઊગ્યો હતો. ખૂદ મહારાણીના આવાસને પણ લજજા પમાડે તેવી સામગ્રીથી વનમાળાનો આવાસ શણગારાઈ ગયો. ખુદ રાજવી જેના માટે તલપાપડ થઈ રહ્યો હોય ત્યાં શી કમીના રહે? વિચક્ષણ મંત્રીની કુનેહથી ઓછા કોળાહળ તથા વિરોધે વનમાળા રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરી ચૂકી. લાંબા વિરહને અંતે એકઠા થયેલા પ્રેમીઓ જેમ એકમેક થઈ જાય તેમ વિરહાતુર વનમાળા અને સુમુખ રાજવી બહારની દુનિયા ભૂલી જઈને ઉત્તમ ભેગવિલાસોમાં રક્ત બન્યા. અપ્સરા તુલ્ય વનમાળાના સાંદર્ય પાછળ સુમુખ રાજવી, ભ્રમર જેમ કમળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com