________________
૧૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર આધારે હું તને જણાવું છું કે તું અત્યારે મહત્ત્વાકાંક્ષાવાળી બની છે. તેને આ ગરીબ જિંદગી ગુજારવી પસંદ પડતી નથી અને તે માટે તારા મનમાં ઘણું વિચારે ઘેળાયા કરે છે, પણ તારા માર્ગમાં સહાય કરે તેવી કઈ વ્યક્તિ નથી, પુત્રી ! તું જરા પણ ગભરાઈશ નહિ. અમારે પરદુઃખભંજન તેમજ પરોપકાર કરવાને વ્યવસાય છે. દુઃખીઓના દુઃખ દૂર કરવા માટે જ અમારે અપવિત્ર વેશ અંગીકાર કરવો પડ્યો છે, માટે તું તારું દિલ ખોલી મને સર્વ હકીકત સ્પષ્ટ કહે.”
એક વૃદ્ધ પરિવ્રાજિકાના મુખથી આવા આશ્વાસનજનક શબ્દો સાંભળી વનમાળાને મધ્યસાગરમાં ડૂબતોને પાટિયાનું આલબન મળી જાય તેના જેવું સુખ થયું. તેણે પોતાના મને ગત ભાવે જણાવી આત્રેયીને કહ્યું કે- “હે માતાજી! ક્યાં એક અજા (બકરી) અને કયાં મૃગરાજ ? કયાં રંક સ્ત્રી અને કયાં ઈંદ્ર? ક્યાં ગઈભી અને કયાં રાજેશ્વરી? એટલે અમારે બંનેને મેળાપ તે સંભવિત જણાતું નથી એટલું જ નહિ પણ મને લાગે છે કે અમારે બંનેને મેળાપ સ્વપ્નમાં પણ થાય તેવું મને સંભવતું નથી. હે માતાજી! કામન્વરથી પીડાયેલી હું આટલા દિવસથી અન્ન પણ લેતી નથી. શીતલ જળ પણ મને શેષ ઉત્પન્ન કરાવે છે. શુંગાર મને અંગારાની માફક દાહ ઉપજાવે છે. જે આવી સ્થિતિમાંથી તમે મારો ઉદ્ધાર નહીં કરો તે મારે અકાળે યમરાજના અતિથિ થવું પડશે.”
આત્રેયીને તે જોઈતું હતું ને વઘે કહ્યું ” તેના જેવું થયું. તેણે તુરત જ પોતાની પ્રપંચી ધૂતકલા શરૂ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com