________________
[ સિદ્ધિાયક મંત્ર સંગ્રહ હેય તેના રંગેનું જે પ્રમાણે વર્ણન આપવામાં આવ્યું હોય તે જ પ્રમાણેના આસન તેમજ પહેરવા-ઓઢવાનાં વને પણ ઉપગ કરે. આ પ્રમાણે કરવાથી જાપ શીઘ્ર ફળદાયી બને છે. - પ. જાપ જપવાના સમયે પોતાનું આસન જિનપ્રતિમાની બેઠક માફક રાખવું. અથવા જાપના વિધાનમાં જે આસન બતાવ્યું હોય તે પ્રમાણે રાખવું.
૬. જાપ જપતી વખતે ડાબે હાથ જમણી બાજુની બગલમાં રાખવે અને ટટાર સ્થિતિમાં એક ગીની માફક એકાગ્ર ચિત્ત બેસવું.
૭. નવકારવાળી જે પ્રમાણે જપવાની કહી હોય તે પ્રમાણે શુધ્ધ મંત્રોચ્ચારપૂર્વક ગણવી. અથવા દષ્ટિ સન્મુખ રહેલ પદાર્થ પ્રત્યે રાખી તેમાં જરા પણ ખેલના ન આવે તે પ્રમાણે કરવું. નવકારવાળી જમણા હાથમાં રાખી નાસિકાના અગ્રભાગે અથવા જે અધિષ્ઠાયકની છબી નજર સામે રાખી હોય તેના પ્રત્યે સ્થિર દષ્ટિ કરી એકચિ જાપ શરૂ કરો.
૮. મંત્રવિધાનના અધિષ્ઠાયક તરીકે તાત્કાલિક ફલદાતા અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ગણધરમહારાજા ગણાય છે. આ ઉપરાંત શ્રીજનદત્તસૂરિ અને વીશમાં તીથ. કર શ્રી મુનિસુવ્રતસ્વામીના અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણ પણ ફલદાતા મનાય છે, તે કઈ પણ કાર્યસિદ્ધિ સંબંધે આ ત્રણે પૈકી કઈ એક અધિષ્ઠાયક દેવની તસ્વીર નજર સામે રાખી જાપ શરૂ કરે. આ ત્રણે છબીઓ સગવડની ખાતર આ ગ્રંથમાં જ આપવામાં આવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com