________________
વિષ્ણુકુમારનુ વિરાટ સ્વરૂપ
૧૪૩
""
સાંભળી વિષ્ણુકુમારનો શાંત સ્વભવ પણ તમ અની ગયે।. ભારેલા અગ્નિની માફક તેમનું ક્ષાત્રતેજ વદનકમલ પર તરવરી રહ્યું. તેમણે હવે પેતાનો પ્રભાવ દર્શાવવાનો નિશ્ચય કર્યાં. અત્યારસુધી પ્રાપ્ત થયેલ લબ્ધિઆનો ઉચિત કાળે ઉપયાગ કરવાનું સદ્ભાગ્ય સાંપડયું અને તે પણ ચતુર્વિધ સંઘના પ્રાણસમાં શ્રમણુસંઘના રક્ષણાર્થે'. નમુચીના છેલ્લા વચને ધીરજપૂર્વક સાંભળી લીધા ખાદ છેવટની માગણી તરીકે નમુચી પ્રત્યે તેમણે કહ્યુ` કે- “ હે રાજન્! મને રહેવા માટે ત્રણ પગલાં જેટલી તેા જમીન આપ.” નમુચીએ આ સાંભળી વિચાયુ" કેત્રણ ડગલા જેટલી ભૂમિમાં કાણુ રહેવાનું છે ? આવા પ્રકારની માગણી કરવામાં ભલે વિષ્ણુકુમારની મશ્કરી થાઓ. બાદ તેણે વિષ્ણુકુમારને કહ્યું – ભલે, ત્રણ ડગલાં જેટલી જમીન આપુ છું પરન્તુ તે જમીનની બહાર જે કોઇ મુનિ રહેશે તેનો હુ તરત જ શિરચ્છેદ કર‘શ.' તથાસ્તુ કહીને વિષ્ણુકુમારે પેાતાની વૈકિય લબ્ધિનો ઉપયાગ કર્યાં. જોતજોતામાં તેમનુ શરીર વૃદ્ધિ - ગત થવા લાગ્યું. વિષ્ણુકુમારે પેાતાના દેહને મેરુપર્યંત પ્રમાણુ વિસ્તૃત કયુ' અર્થાત એક લાખ ચેાજન પ્રમાણુ કર્યું. વિરાટ સ્વરૂપ પાસે માનવી લઘુમાં લઘુ કીટ જેવા જણાવા લાગ્યા. નમુચીને સિ હાસનથી નીચે પાડી, પૂર્વ અને પશ્ચિમ સમુદ્રના કિનારે એ પગલાં મૂકી તેએ સ્થિર ઊભા રહ્યા. મદ ત્રીજો પગ નમુચીના શરીર પર મકી તેને જમીનમાં દખાવી દીધે. વાયુવેગે આ સમાચાર અંતઃપુરમાં રહેલા મહાપદ્મ ચકવર્તીને પહેાંન્યા, સબ્રમપૂર્ણાંક તત્કાળ તેઓ ત્યાં આવ્યા અને પેાતાના વડીલ બધુ મહર્ષિ વિષ્ણુકુમારને નમી નમ્ર વાણીથી કહેવા લાગ્યા કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com