________________
૧૩૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સમયે સર્વ ધર્મના ગુરુઓ આવ્યા પણ હિંસક યજ્ઞમાં ભાગ લેવો અનુચિત ધારી સુત્રતાચાર્ય ન આવ્યા. નમુચીને જોઈતું બહાનું મળી ગયું. તેણે સુવતાચાર્ય પાસે જઈ આક્રોશ પૂર્વક કહ્યું કે-“તમે અત્યારે મારા રાજ્યાશ્રયમાં છે. સર્વ ધર્મના ગુરુઓની માફક તમારે પણ મારા યજ્ઞમાં ભાગ લે જોઈએ છતાં અભિમાનના ઘમંડથી તમે આવ્યા નથી તે આ રાજ્યવિરુદ્ધનું તમારું કાર્ય હું કદાપિ સહન કરી શકીશ નહીં, તમારું પાખંડ ચાલશે નહિ. તમારી આવી ઉચ્છખલતા મારી પાસે નહીં નભી શકે. જો તમારે રાજ્યવિરુદ્ધ વર્તવું હોય તે અહીંથી આવતી કાલે જ ચાલ્યા જશે, અગર જે તમારામાંથી કઈ પણ મારા આદેશને અનાદર કરી અત્રે રહેશે તે તેઓ વધને પાત્ર થશે.” સુત્રતાચાર્યે સમય ઓળખી શાંતિપૂર્વક નમુચીને કહ્યું કે-“યજ્ઞમાં ભાગ લેવાને અમારે આચાર નથી. અમે જૈન મુનિઓ સાવદ્ય વેગથી રહિત છીએ. અમારે રાજ્યવિરુદ્ધ કરવાનું કશું પણ પ્રયોજન નથી. નિષ્પરિગ્રહી અમારે ધર્મકાર્ય જ કર્તવ્ય છે.” પણ નમુચીને ખુલાસાની જરૂર જ ન હતી. તેને તે કઈ પણ પ્રકારે મુનિવરેને હેરાન જ કરવા હતા. સુત્રતાચાર્યનું કથન સાંભળી પુનઃ તેણે ક્રોધાવેશમાં કહ્યું કે-“ આચાર્ય ! વિશેષ વિવેચન કરવાની જરૂર નથી. તમારો હેતુ હું બરાબર સમજુ છું તો લોકોને ભેળવી તેની શ્રદ્ધાનો દુરુપયેગ કરી રહ્યા છે. હું તમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપું છું કે જે સાત દિવસની અંદર મારા રાજ્યની હદ છેડી ચાલ્યા નહિ જાએ તે તમને સર્વને ચારની માફક પકડી કારાગૃહમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com