SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર ધર્માનુયાયી હોવાથી કેઈપણ પ્રકારનું અવિચારી પગલું ભરવાનું એકાએક શક્ય ન હતું. એક તરફથી વૈરનો બદલે તથા કાયા સંબંધી વીર્યાન્તરાયના અસાધારણ પશમથી કઈક દિવસ સુધી કાઉસ્સગ્ન ધ્યાને નિશ્ચલ ઊભા રહે અથવા બેઠા રહે તે પણ પરિક, મ ન લાગે એવી અપૂર્વ કાયશકિત તે કાયલબ્ધિ કહેવાય. અહીં દષ્ટાંત એ સમજવું કે-ભરત ચક્રવતીના ભાઈ શ્રી બાહુબલી મુનિ એક વર્ષ સુધી કાઉસગ ધ્યાને વનમાં નિશ્ચલ ઊભા રહ્યા હતા, શરીરે વેલડીઓ વીંટાઈ ગઈ હતી અને એ વેલડીઓમાં પક્ષીઓએ માળા પણ બાંધ્યા હતા છતાં શ્રી બાહુબલિ મુનિને એ ધ્યાનમાં પરિશ્રમ-થાક ન લાગે એવી જે અપૂર્વ કાર્યશકિત તે કાયલબ્ધિ અથવા કાયયોગલબ્ધિ કહેવાય. ભવ્ય સ્ત્રીઓને ૧૮ લબ્ધિઓ હેય ઉપર કહેલી અઠ્ઠાવીશે લબ્ધિઓ ભવ્ય પુરુષોને હોય છે, અને ભવ્ય સ્ત્રીઓને (૧) અરિહંતબ્ધિ (૨) ચક્રવર્તીલધિ (૩) વાસુદેવલબ્ધિ (૪) બળદેવલબ્ધિ (૫) સંમિશ્રોતલબ્ધિ (૬) ચારણલબ્ધિ (૭) પૂર્વધરલબ્ધિ (૮) ગણધરલબ્ધિ (૯) પુલાલબ્ધિ અને (૧૦) આહારક શરીરલબ્ધિ એ ૧૦ લબ્ધિ ન હોય, તેથી બાકીની ૧૮ લબ્ધિઓ હોય છે. અનન્ત કાળે કોઈ કોઈ વખત અછે. રારૂપે સ્ત્રી જે કે તીર્થકર થાય છે પરંતુ તે આશ્ચર્યમાં ગણવાથી સ્ત્રીને તીર્થ કરલબ્ધિ ન હેય એમ કહ્યું છે. શેષ ૯ લબ્ધિઓ તે આશ્ચર્ય તરીકે પણ હેતી નથી. અભવ્ય પુરુષોને ૧૫ લબ્ધિ ને અભવ્ય સ્ત્રીઓને ૧૪ લબ્ધિ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy