________________
૧૧૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ચક્રવર્તીએ નરકગામી બન્યા છે, એ સ્વગે ગયા છે અને માકીના આઠ મેક્ષે ગયા છે. ખળદેવમાં આઠ મેલ્લે અને છેલ્લા ખળભદ્ર (કૃષ્ણના ભાઈ) બ્રહ્મ નામના પાંચમા દેવલાકે ગયા છે.
જ ખૂદ્રીપના પૂવિદેહના સુકચ્છ નામના વિજયમાં શ્રીનગર નામનું વિશાળ નગર હતુ, તે નગરમાં પ્રજાપ્રિય અને રાજનીતિવેત્તા પ્રજાપાલ નામના રાજવી રાજ્ય કરતા હતા. એકદા તે પેાતાના રાજમહેલની અગાશી ઉપર શાંત ચિત્તે બેઠે હતા તેવામાં અકસ્માત્ વિદ્યુત્પાત નીહાળી તેને સ'સારની અસારતા અને આયુષ્યની ક્ષણભગુરતા સમજાણી તેથી તરત જ તેના આત્મા વૈરાગ્યની વિચારધારાએ ચઢી ગયા અને તેને પરિણામે અલ્પ સમયમાં તેણે સમાધિગુપ્ત નામના શ્રેષ્ઠ મુનિવરની પાસે સવિરતિ સ્વીકારી, આયુષના પ્રાંતભાગ પર્યન્ત નિરતિચારપણે શુદ્ધ ચારિત્રપાલન કરી. છેવટે સમાધિપૂર્વક કાળધર્મ પામી તે બારમા દેવલાકના ઇંદ્ર તરીકે ઉપજ્યેા.
જમ્મૂઠ્ઠીપના ભરતક્ષેત્રમાં ઈંદ્રપુરીને પણ શરમાવે તેવું હસ્તિનાપુર નામનુ શ્રેષ્ઠ સમૃદ્ધિયુક્ત નગર હતું. ઇક્ષ્વાકુ વંશવભૂષણ પદ્મોત્તર નામને મહાપરાક્રમી રાજવી તેના સિંહાસનને Àાભાવી રહ્યો હતા. તેને જ્વાળાદેવી તેમજ લક્ષ્મીદેવી નામની પટરાણીએ સવ રાણીઓમાં મુખ્ય હતી. જવાળાદેવી જૈન ધર્મીને માનવાવાળી હતી જ્યારે લક્ષ્મીદેવી મિથ્યાદષ્ટિહતી. જ્વાળાદેવીને કેશરીસિ ંહના સ્વપ્નથી સૂચિત અત્યંત કાંતિમાન્ દેવાંશી પુત્ર થયા અને તેનુ વિષ્ણુકુમાર એવુ' નામ રાખ્યું. ખાઇ કેટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com