________________
जनुर्जातं यस्याखिलभविहितं रामनगरे ।
प्रव्रज्याभृद् दील्यां सुरगतिगतिर्भावनगरे ॥ कृपाराम धामासमसुखततेः पुण्यविततेः ।
स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥७॥ સમગ્ર જીવને હિતકારી જે પરમગુરૂને જન્મ પંજાબ દેશમાં આવેલા રામનગર ગામમાં થયો હતો, જે પરમ ગુરૂની પ્રવજ્યા દીલ્હીનગરમાં થઈ હતી, અને ભાવનગરમાં સ્વર્ગગમન થયું હતું, તે કૃપાના (દયાન) આરામ (બગીચારૂપ) (આ શબ્દવડે સ્તુતિકારે ગુરૂમહારાજનું સંસારીપણાનું કૃપારામ એવું નામ ધ્વનિત કર્યું છે.) અને નિરૂપમ સુખની શ્રેણિના અને પુણ્યસમૂહના અથવા અનુપમ સુખના વિસ્તારવાળા પુણ્યસમૂહના ઘરરૂ૫, ધ્યાનમાં ઉલ્લસિત હૃદયવાળા શ્રી ગુરુ વૃદ્ધિવિજયજીને હું સ્તવું છું. ૭ प्रशिष्याः शिष्याश्च प्रवरगुणवन्तो विजयिनो ।
यदीयास्तर्कज्ञा गणिपदधराः पण्डितपदाः ॥ उपाध्यायाः सूरीश्वरपदयुता वादिमुकुटाः ।
स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥८॥
શ્રી પરમગુરૂના શ્રેષ્ઠ ગુણવત, તર્કના જ્ઞાતા, વાદીઓમાં મુકુટ સમાન, ગણિપદને ધારણ કરનારા, પંન્યાસપદને ધારણ કરનારા, ઉપાધ્યાયપન્ને ધારણ કરનારા, અને આચાર્યપદને ધારણ કરનારા અનેક શિષ્યોપ્રશિષ્યો વિજયવંત વર્તે છે, તે ધ્યાનમાં ઉલ્લસિત હદયવાળા શ્રી ગુરૂ વૃદ્ધિવિજયજી મહારાજને હું સ્તવું છું. ૮.
क्व चाहं विक्षिप्तः क्व तव चरितं योगललितं ।
तथापि त्वद्भक्तिर्विमलपरिणामा मुनिपते ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com