________________
( ૨૬ ). ગુરૂમહારાજની આજ્ઞાનુસાર વ્યાખ્યાનમાં શ્રી વિપાકસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર અને પ્રશ્નવ્યાકરણ સૂત્ર વાંચ્યું. પર્યુષણમાં કલ્પસૂત્રને બાળાવબોધ વચ્ચે, કારણ કે હજુ સુધી સુબોધિકાનું અવગાહન કર્યું નહોતું.
સંવત ૧૯૧૫ માં મુનિ વૃદ્ધિચંદજીએ ભાવનગરમાં એક શ્રાવકને દીક્ષા આપી, તેનું નામ મુનિ ભાવવિજયજી રાખ્યું પણ શિષ્ય પોતાના ન કર્યા. આધુનિક સમયમાં થોડા વર્ષના દીક્ષાપર્યાયમાં નાની વયમાં થોડો અભ્યાસ છતાં પણ શિષ્ય કરવાની લાલસા વૃદ્ધિ પામી છે તેવું તે વખતે નહતું. ત્યારપછી ગુરૂમહારાજ અમદાવાદથી વિહાર કરીને પાલીતાણે પધાર્યાના ખબર સાંભળવાથી ગિરિરાજ અને ગુરૂમહારાજને ભેટવાની સંયુક્ત અભિલાષાવડે ભાવનગરથી નીકળેલા છરી પાળતા સંઘની સાથે પાલીતાણે પધાર્યા. મુનિ મૂળચંદજી પણ શિહેરથી ત્યાં પધાર્યા. દેવગુરૂના સહવંદનવડે હર્ષિત થયા. ત્યાં કેટલાએક દિવસ રહીને સૌ સાથે ભાવનગર આવ્યા. આ વખતે ભાવનગરના સંઘને ભાવનગરમાં જ સૈને માસું રાખવા બહુ આગ્રહ હતું, પરંતુ વિશેષ ઉપકાર થવાના હેતુથી તેમજ સૌની અભિલાષા સંપૂર્ણ કરવાની ઉદાર બુદ્ધિથી મેટા મહારાજ પિતે ભાવનગર રહ્યા. મુનિ મૂળચંદજીને શિહોર મેકલ્યા અને મુનિ વૃદ્ધિચંદજીને ગોઘે જઈને ચેમાસું કરવા આજ્ઞા કરી. ગોઘાના સંવિપક્ષી શ્રાવકે આ પ્રમાણે કૃપા થવાથી બહુ ખુશી થયા.
ગેઘા શહેરમાં આ વખત સુધી યતિઓનું પરિબળ વિશેષ હતું. દલીચંદજી નામના યતિ ત્યાં ઉપાશ્રય બાંધી કાયમના નિવાસી થઈ રહેલા હતા. તેઓ મંત્રમંત્રાદિની શક્તિવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com