________________
( ૨૫ ) ચંદજીએ ભાવનગરમાં કર્યું. વીદીક્ષાને અવસરે નામને ફેરફાર કરવામાં આવ્યું હતું ખરો પરંતુ પ્રથમના નામની
ખ્યાતિ બહુ વિસ્તાર પામેલી હોવાથી સો તે નામથી જ વ્યવહાર કરતું, જેથી આ ચરિત્રમાં પણ પ્રાચીન નામવડે જ કાર્ય લેવામાં આવ્યું છે.
એ વર્ષમાં (સંવત ૧૯૧૪માં) મુનિ વૃદ્ધિચંદજીના સંબંધમાં ત્રણ નવા બનાવે નેધ લેવાલાયક બન્યા. ૧ તેમના સંસારી પિતા કાળધર્મ પામ્યા, ૨ ગુરૂમહારાજની આજ્ઞા મળવાથી સભાસમક્ષ વ્યાખ્યાન વાંચવાનું શરૂ કર્યું અને ૩ સંગ્રહિણને દુ:ખકર વ્યાધિ લાગુ પડ્યો. આ ત્રણે બનાવ સુજ્ઞ જાએ ધડે લેવા ગ્ય છે. પ્રથમ તે કાળની સ્થિતિ કેવી દુરતિકમ છે તે જોવાનું છે. મહાપ્રતાપી પુત્ર પણ પિતાના ઉપકારી પિતાને કાળના સપાટામાંથી છોડાવી શકતા નથી. બીજા બનાવમાં વિનયી શિષ્યાના લક્ષણની સૂચના થાય છે કે વ્યાખ્યાન વાંચવાની ચોગ્યતા પ્રાપ્ત ન થયા છતાં હાલના અવિનીત શિષ્યા વગરઆજ્ઞાએ પાટઉપર ચડી બેસી સભા રીઝવવા મંડી પડે છે. મહારાજજીએ પોતે જ્ઞાન મેળવ્યું હતું છતાં પણ તેમ ન કરતાં જ્યારે ગુરૂમહારાજે યેગ્યતા જાણુને આજ્ઞા આપી ત્યારે જ વ્યાખ્યાન વાંચવાનો પ્રારંભ કર્યો. ત્રીજું પૂર્વોપાર્જિત અસાતવેદનકર્મ ઉદયમાં આવે છે ત્યારે ગમે તેવા પુન્યશાળીના શરીરમાં પણ વ્યાધિરૂપે દેખા દે છે તે વિચારવાનું છે. પ્રથમના પગે વાના વ્યાધિની જેમ આ સંગ્રહણીને વ્યાધિ પણ આયુષ્યની પૂર્ણતા સુધીની સ્થિતિવાળે લાગુ પડ્યો અને તેણે દેહાંત સુધી ઓછી-વધતી વ્યથા શરૂ ને શરૂ રાખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com